નવીન યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં માળી કામ માટેની કૌશલ્યવર્ધક તાલીમ આપી સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરાશે
પોતાના નવતર અભિગમો અને અનેકવિધ આગવી પહેલોના પરિણામે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની પ્રેરણા આપી છે. દરેક ક્ષેત્રે રહેલી વિપુલ તકોને લક્ષ્ય રાખીને કંઇક નવું કરવાની કાર્યપદ્ધતિ ગુજરાત સરકારે અપનાવી છે. ગુજરાત સરકારની લોકકલ્યાણકારી પહેલોના લીસ્ટમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના તરીકે 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના શહેરી વિસ્તારમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ એટલે કે શહેરોમાં બાગાયતના વિકાસ માટે ઘણો અવકાશ રહેલો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં માળી કામના સ્કીલ મેનપાવરની પણ અછત છે. આ બંને જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યના યુવાનોને શહેરી બાગાયત માટે માળી કામની કૌશલ્યવર્ધક તાલીમ આપી શહેરી સ્વરોજગારી તકોમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષના બજેટમાં પણ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે રૂ. ૩૨૪ લાખની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે માળી કામ માટેની કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. આમ રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર,જુનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં બાગાયત ખાતા દ્રારા કુલ ૧૭૫ તાલીમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમમાં સહભાગી થતા તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫૦ પ્રતિ દિનની મર્યાદામાં વૃતીકા તેમજ માળી કામ માટેની જરૂરી ગાર્ડન ટૂલ કીટ પણ આપવામાં આવશે. આ તાલીમ મેળવી રાજ્યના અનેક યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે અને માળી કામમાં કૌશલ્યવર્ધન થકી યુવાનો આત્મનિર્ભર બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન નાગરીકોમાં પોષણ અને તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવાઈ હતી. ફળો અને શાકભાજીમાંથી જરૂરી મીનરલ્સ, વિટામીન, કાર્બોહાઇડ્રેટ, એન્ટીઓકિસડન્ટ સહિતના મહત્વપૂર્ણ પોષકતત્વો મળે છે. શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકોને ઘર આંગણે જ શુદ્ધ અને તાજા ફળ- શાકભાજી મળી રહે તે માટે બાગાયતી પેદાશોના જતન, સંવર્ધન અને મૂલ્યવર્ધન અંગે જરૂરી તાલીમો અપાય તે પણ જરૂરી છે. જેથી આ તાલીમ માળી કામ સુધી સીમિત ન રહેતા ઘરમાં જ નાનું-મોટી બાગાયત પેદાશો પકવવા માંગતો દરેક નાગરિક આ તાલીમ મેળવી શકશે. આ કૌશલ્યવર્ધન તાલીમથી શહેરી આર્થિક જીવન ધોરણ ઉંચુ આવશે, તેમજ સ્થાનિક કક્ષાએ જ રોજગારીની નવીન તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે મદદરૂપ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
