સિંગાપોરની MAS અને IFSCAએ ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
સિંગાપોરની MAS અને IFSCAએ ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગર ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન લોરેન્સ વોંગ અને રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાંસિંગાપોરની મોનેટરી ઓથોરિટી અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીએ ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા.

ગાંધીનગરની હોટલ લીલા ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી લોરેન્સ વોંગ અને રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી (MAS) અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) એ આજે ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા હતા.
MAS ના મુખ્ય ફિનટેક અધિકારી મોહંતીએ જણાવ્યું હતું કે, MAS સિંગાપોરને ગતિશીલ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરી નાણાકીય ઉદ્યોગના વિકાસમાં કામ કરે છે. આ એગ્રીમેન્ટ સિંગાપોર અને ભારતના બહુઆયામી વિકાસને વેગ આપશે. આ એગ્રીમેન્ટ MAS અને IFSCA ને વિવિધ નાણાકીય વિષયોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાની પણ મંજૂરી આપશે.
MAS સાથેની ભાગીદારીને આવકારતા IFSCA ના મુખ્ય ટેક્નોલોજી અધિકારી જોશીએ કહ્યું, આ કરાર એ વોટરશેડ ક્ષણ છે જે ફિનટેક બ્રિજને સિંગાપોરમાં ભારતીય ફિનટેક માટે લોન્ચ પેડ તરીકે અને સિંગાપોર ફિનટેક માટે ભારતમાં લેન્ડિંગ પેડ તરીકે સેવા આપવા માટે, રેગ્યુલેટરી સેન્ડબોક્સનો લાભ લે છે. ગ્લોબલ રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા યોગ્ય ઉપયોગના કેસોમાં વૈશ્વિક સહયોગની શક્યતા ફિનટેક ઇકોસિસ્ટમ માટે એક આકર્ષક તક છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજકુમાર, એન.એસ. ઈ. ના સી.ઈ.ઓ આશિષ ચૌહાણ, ગિફ્ટ કંપની લિ.ના ચેરમેન નિવાસ, ગિફ્ટ કંપની લિ.ના એમ. ડી તપન રે સહિત સિંગાપોર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
