હવે બાળકના નામ સાથે માતાની અટક રાખી શકાશે, સરકારે નિયમો બદલ્યા
ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રની નોંધણીના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી નવી એડવાઈઝરીમાં બાળકોના જન્મ પ્રમાણપત્રમાં માતા-પિતાના નામ સંબંધિત માર્ગદર્શિકા સ્પષ્ટ કરવામાં આવી છે.
આ નવી એડવાઈઝરી અનુસાર, હવેથી બાળકના જન્મ પ્રમાણપત્રમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે. જો કે, બાળકના નામને અટક તરીકે માતાનું નામ અને અટક રાખવા માટે જરૂરી દસ્તાવેજો જેમાં કોર્ટ કસ્ટડીના હુકમોનો સમાવેશ થાય છે તે રજૂ કરવા પડશે.

આ ઉપરાંત, જો ફક્ત બાળકનું નામ રાખવું હોય તો તે પણ શક્ય બનશે. રસપ્રદ રીતે આ નિયમો હેઠળ બાળકના પિતાના નામ વગર પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકાશે, જે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં માતાઓને રાહત આપશે.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાના જન્મ-મરણ રજિસ્ટ્રારો દ્વારા સહાયક દસ્તાવેજોના આધારે અરજદારોને જન્મ-મરણના પ્રમાણપત્રોમાં જરૂરી સુધારા કે વધારા કરી આપવામાં આવશે.
વધુમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, અરજદાર દ્વારા જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઈ પણ પ્રકારનો સુધારો એક જ વાર કરી શકાય છે. જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર થાય અને નોંધમાં સુધારાની જરૂર પડે તો રજિસ્ટ્રાર સહાયક પુરાવાઓના આધારે સુધારો કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
