'ચેન્નઈ એક્સપ્રેસે' રચ્યો ઇતિહાસ, 3 દિવસમાં 100 કરોડની કમાણી
મુંબઇ, 12 ઓગષ્ટ: અભિનેતા શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણેને લઇને બનાવેલી રોહિત શેટ્ટીની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસે' ફક્ત ત્રણ દિવસમાં જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી ઇતિહાસ રચી લીધો છે. 'ચેન્નઈ એક્સપ્રેસ' ઇદના તહેવાર પર સિનેમાઘરોમાં રિલિજ કરવામાં આવી હતી.
બૉલીવુડના બિઝનેસ વિશ્લેષક તરણ આદર્શે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર તેનો ખુલાસો કર્યો હતો. તરણ આદર્શે ટ્વિટર પર કહ્યું હતું કે 'અને રેકોર્ડ તૂટી ગયો! 'ચેન્નઈ એક્સપ્રેસે' પોતાના વીકએન્ડની સમાપ્તિ પર 100 કરોડનો બિઝનેસ કરી લીધો છે.'
બૉલીવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાનની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી ન હતી પરંતુ રોહિત શેટ્ટીની આ ફિલ્મે શાહરુખ ખાનને એક મોટી રાહત આપી છે.

બોક્સ ઓફિસ પર ફિલ્મના પ્રદર્શન વિશે જાણકારી આપતાં તરણ આદર્શે ટ્વિટ કર્યું હતું કે 'ચેન્નઈ એક્સપ્રેસે ગુરૂવારે પેઇડ પ્રિવ્યુંમાં 6.75 કરોડ, શુક્રવારે 33.12, શનિવારે 28.05, અને રવિવારે 32.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પ્રમાણે આ ફિલ્મ 100.42 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.
શાહરુખ ખાન દીપિકા પાદુકોણે સાથે રૂપેરા પડદા પર બીજીવાર જોવા મળ્યા છે. આ પહેલાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ફરાહ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં એક સાથે જોવા મળ્યા હતા. શાહરુખ ખાનની રોહિત શેટ્ટી સાથે પ્રથમ ફિલ્મ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
