Bank Holiday in March : માર્ચની શરૂઆતમાં પતાવી લો કામ, આટલા દિવસ બેંકો બંધ રહેશે
માર્ચ મહિનો પરીક્ષાઓ અને હોળીના તહેવારનો મહિનો છે. લોકો આ મહિનાની આતુરતાથી રાહ જુએ છે. આ વખતે પણ માર્ચ મહિનામાં ઘણી રજાઓ છે.
આ વખતે પણ લગભગ અડધો મહિનો બેંકોમાં રજા છે. જો તમારે બેંકનું કોઈ કામ પૂરું કરવું હોય તો તરત જ કરી લો નહી તો કામ અટકી શકે છે.

આરબીઆઈએ રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. અમે તમારા માટે માર્ચ 2024ની બેંક રજાઓની યાદી લાવ્યા છીએ, જેને જોઈને તમે તમારા આખા મહિનાની યોજના બનાવી શકો છો.
માર્ચ મહિનાની બેંક રજાઓ
માર્ચ 1: ચાપચર કુટ (મિઝોરમ)
3 માર્ચ: રવિવાર
8 માર્ચ: મહાશિવરાત્રી
9 માર્ચ: બીજો શનિવાર
10 માર્ચ: રવિવાર
17 માર્ચ: રવિવાર
22 માર્ચ: બિહાર દિવસ (ફક્ત બિહાર)
23 માર્ચ: ચોથો શનિવાર
24 માર્ચ: રવિવાર
25 માર્ચ: હોળી
26 માર્ચ: યાઓસાંગ (ઓરિસ્સા)
27 માર્ચ: હોળી (બિહાર)
29 માર્ચ: ગુડ ફ્રાઈડે
31 માર્ચ: રવિવાર
આ રજાઓની યાદી છે પરંતુ આ સમયગાળા દરમિયાન તમામ એટીએમ અને ઓનલાઈન કામ ચાલુ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
જણાવી દઈએ કે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર તેની સાથે ઘણી બધી ખુશીઓ, આનંદ અને ઉત્સાહ લઈને આવે છે.
હોળીના એક દિવસ પહેલા હોળીકા પ્રગટાવવામાં આવે છે, જેને હોલિકા દહન કહેવામાં આવે છે અને બીજા દિવસે લોકો રંગોથી રમીને હોળીની ઉજવણી કરે છે. હોળી એકતાનો તહેવાર છે અને તેથી જ કહેવાય છે કે આ દિવસે દુશ્મનો પણ એકબીજાને ગળે લગાવે છે.
આ વખતે આ તહેવાર 25-26 માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં લોકો હોળીને કૃષ્ણ અને રાધાના પ્રેમ તરીકે જુએ છે અને તેથી જ આ તહેવાર ખૂબ જ પવિત્ર છે. બરસાનાની લઠમાર હોળી પ્રખ્યાત છે, જેને જોવા માટે વિદેશીઓ પણ આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
