સપ્ટેમ્બર 28, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
આ વર્ષે નર્મદા ડેમ સતત 19 દિવસ ઓવર ફ્લૉ થયો
આ વર્ષે મેઘરાજાની એવી અનેરી કૃપા થઇ કે ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ, બે-ચાર કે આઠ-દસ દિવસ નહીં પરંતુ સતત 19 દિવસ સુધી ઓવરફ્લો થયો છે. આ વર્ષે ચોમાસામાં 8 સપ્ટેમ્બરના રોજ સવારે 11.32 કલાકે નર્મદા ડેમ પ્રથમવાર ઓવરફ્લો થયો હતો. ત્યાર બાદ નર્મદા જિલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમ ઓવરફ્લો થવાનો સતત ચાલુ હતો. છેલ્લે શુક્રવાર 26 સપ્ટેમ્બરે સાંજે 7.30 કલાકે છલકાવાનો બંધ થયો હતો. ત્યારે ડેમની સપાટી 121.77 મીટરના લેવલે હતી.

વડોદરામાં સતત ત્રીજા દિવસે કોમી હિંસાનો હિચકારો
ગુજરાતના લોકનૃત્ય ગરબાના તહેવાર નવરાત્રિમાં સતત ત્રીજા દિવસે પણ વડોદરામાં કોમી હિંસાનો હિચકારો યથાવત રહ્યો હતો. શનિવારે રાત્રે 8 વાગે તોફાનીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યાર બાદ જગમલ પોળ ખાતે એક યુવાનનું 8.40 કલાકે સ્ટેબિંગ કરવામાં આવ્યું હતું. જેના પગલે પોલીસે હવામાં 8 રાઉન્ડ ગોળીબાર અને 25 ટીયરગેસ શેલ છોડવાની ફરજ પડી હતી. ત્યાર બાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ નવાપુરાન માલી મહોલ્લામાં એક સાયકલ અને એક સ્કુટરને આગ ચાંપવામાં આવી હતી. ત્રીજા દિવસે પોલીસે 60 જણની અટકાયત કરી હતી. આ કારણે નવરાત્રિના તહેવારમાં સતત તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
લવ જેહાદ સામે દેખાવ બદલ બજરંગદળના 4ની અટકાયત
શનિવારે અમદાવાદમાં સોલા પોલીસે સજી હાઈવે પર આવેલ ગુજરાત હાઈકોર્ટ નજીક નવરાત્રી મહોત્સવ દરમિયાન લવ જેહાદનો વિરોધ કરી રહેલ બજરંગદળના ચાર કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલી 4 વ્યક્તિઓએ ગુજરાત હાઈકોર્ટ નજીક અમીરાજ ફાર્મમાં અન્ય ધર્મના લોકોને નવરાત્રિમાં પ્રવેશ ન આપવા પોતાની માંગ રજૂ કરી હતી. આ ઉપરાંત લવ જેહાદના મુદ્દે નારાબાજી પણ કરી હતી.
રાજકોટ બેઠક માટે કોંગ્રેસે રાઘવજી પટેલને ઇન્ચાર્જ બનાવ્યા
રાજકોટ-પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસે નેતાઓની જવાબદારીઓ નક્કી કરી છે. આ માટે આજે ખંભાળિયા બેઠકના ઇન્ચાર્જ બની પરિણામ લાવી આપનારા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને રાજકોટ બેઠકના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વિજય મેળવવા ગુજરાત ભાજપની ટીમને કામગીરી સોંપાઇ
ભાજપ માટે અતિ મહત્વની એવી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના આજે છેલ્લા દિવસે જ ભાજપ દ્વારા ચૂંટણી આયોજન માટે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મુંબઈમાં બેઠક યોજી હતી. શિવસેના સાથેનું ગઠબંધન તૂટતા હવે તમામ બેઠકો લડવાની હોવાથી અન્ય રાજ્યોને પણ જવાબદાર સોંપવામાં આવી છે. ગુજરાત એ મહારાષ્ટ્રનું પડોશી અને મહત્ત્વનું રાજ્ય હોવાથી ગુજરાતને વધુ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે શનિવારે મુંબઈમાં મળેલી બેઠકમાં ગુજરાત ભાજપના આગેવાનોને ગુજરાતની નજીકના જિલ્લાઓ તથા મુંબઈના ગુજરાતી વસાહતોવાળી બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાતના 7 જિલ્લાઓમાં દવાઓના સ્ટોરેજ ગોડાઉન બનશે
ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોને સમયસર દવાઓ મળી રહે તે માટે ગુજરાત મેડિકલ ર્સિવસ કોર્પોરેશન લિમિટેડ રૂપિયા 150 કરોડના ખર્ચે 7 જિલ્લાઓ રાજકોટ, વડોદરા, હિંમતનગર, દાહોદ, વલસાડ, ભરૂચ અને ભૂજમાંમાં દવા સ્ટોરેજ ગોડાઉન બનાવશે. આ પછી તબક્કાવાર રીતે ર્ષોમાં રાજ્યના એક પછી એક એમ કુલ 33 જિલ્લાઓને સરકારી દવાઓના સંગ્રહ સ્થાન તરીકે ગોડાઉનથી સજ્જ કરી દેવાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
