સપ્ટેમ્બર 19, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
જિંગપિંગની મુલાકાત સમયે QR CODE I CARDનો ઉપયોગ કરાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 17 સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાયેલી મુલાકાતમાં સુરક્ષાનું કોઇ છીંડું બાકી ન રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર QR CODE I CARDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં ગોઠવાયેલા તમામ પોલીસ કર્મીઓને ક્વિક રિસપોન્સ કોડ ધરાવતા કાર્ડ આપવામાં આવ્યા હતા.જે કોમ્પ્યુટર પોગ્રામિંગથી બનાવાયા હતા. જેમાં વિશિષ્ટ ગુપ્ત કોડ હોય છે. જેના થકી પોલીસની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. આ કાર્ડને ઓપન કરવા માટે મોટાભાગના પોલીસ અધિકારીઓના મોબાઇલમાં ક્યુઆર કોડ સ્કેનર ડાઉનલોડ કરાયા હતા.

આણંદના હાડગુડ ગામથી 'નમો ગરીબ સેવારથ'નું પ્રસ્થાન
ગુરુવારે આણંદ તાલુકાના હાડગુડ ગામેથી આણંદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રોહિતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ (સાથી)એ નમો ગરીબ સેવા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં આવતા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ફરશે. આ રથનો હેતુ પ્રજાને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો છે.
રાજકોટ ભાજપમાં વિજય રૂપાણીને ટિકિટ આપવા સામે વિરોધ
રાજકોટ ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીને રાજકોટ વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં ટિકિટ આપવા સામે ભારે વિરોધ થયો છે. આ બેઠક ગુજરાત વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળાના કર્ણાટકના રાજ્યપાલ બનતા ખાલી પડી છે. આ બેઠક પર છેલ્લા બે દાયકાથી ભાજપનો વિજય થતો આવ્યો છે.
મેઘરજના જામનગર ઇસરી ગામમાં સ્ત્રીને ડાકણ કહી હૂમલો
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જામગઢ ઇસરી ગામમાં એક મહિલાને ડાકણ જાહેર કરીને ઢોર માર મારવાના તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
