સૌરાષ્ટ્ર તમિલ સંસ્કૃતિનું જોડાણ ધરાવતા ભીંતચિત્રોથી દીપી ઉઠ્યું સોમનાથ
વડાપ્રધાનની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા સોમનાથ સજ્જ થયું છે. સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવતા કલાકારોએ 'વરાહરૂપમ', 'દશાવતારમ', 'શેષશૈયા' જેવી ભારતીય સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.

ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે ૯૦ કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસ તીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરનું અનોખું સાયુજ્ય દર્શાવવામાં આવ્યું છે.
વિજાપુરના આર્ટીસ્ટ રાઘવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં જ્યારે લોકો અમારી કલાકારી સાથે સેલ્ફી લે છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ અમારી સમગ્ર ટીમ વતી હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.
સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 'સોમનાથ તીર્થમાં પધારતા તમિલ બાંધવોનું ઢોલ શરણાઈ દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમજ તેમના માટે મંદિરોમાં ઈતિહાસ તેમજ સાઈન બોર્ડ પણ તમિલ ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
