PMના નેતૃત્વમાં સૌનો સાથ - સૌનો વિકાસ મોડલ સફળ થયું - CM
ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના દરજી સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય કાપડ મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના દરજી સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય કાપડ મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌ સમાજ વર્ગોને સાથે રાખીને સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર દેશમાં સાકાર થયો છે.

મુખ્યમંત્રી ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના દરજી સમાજ આયોજિત અભિવાદન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશ અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના મયંક નાયક, ભગવાનદાસ પંચાલ, પદ્મશ્રી કનુ ટેલર વગેરે આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાત તેમના દિશાદર્શનમાં ડબલ એન્જિન સરકારના લાભ મેળવી દેશનું વિકાસ મોડેલ બન્યું છે.
વિકાસની આ યાત્રામાં સમાજના સૌ વર્ગો સાથે મળીને સહભાગી થયા છે, તેમાં દરજી સમાજનું પણ ઉલ્લેખનીય યોગદાન છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે આ સમાજની દિકરીને પ્રથમવાર કોઇ પ્રધાનમંત્રીએ કપડા મંત્રાલયનો પદભાર સૌંપ્યો છે, તેને સમાજનું યથોચિત સન્માન ગણાવી આભાર વ્યકત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ દરજી સમાજના વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે આવનારા દિવસોમાં શિબિરો યોજવાની નેમ દર્શાવી હતી.
પદ્મશ્રી કનુ ટેલરે ભારતને વિશ્વમાં શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઊજાગર કરવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતામાં દરજી સમાજ પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દરજી સમાજના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પરિવારો, અગ્રણીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં સદાય સક્રિય સહયોગની ખાતરી આપી હતી.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
