Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ છઠ્ઠી વખત છલકાયો, નર્મદાના નીરનું મુખ્યમંત્રીએ કર્યું પૂજન કર્યુ
Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) માટે આજે એક ઐતિહાસિક દિવસ નોંધાયો છે.
ડેમની જળસપાટી તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. નોંધનીય છે કે ડેમ ઇતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે સંપૂર્ણપણે ભરાયો છે.

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીના જળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત નર્મદાના જળનું પૂજન કર્યું હતું.
પરંપરા મુજબ, તેમણે નર્મદા મૈયાને નાળિયેર અને ચૂંદડી અર્પણ કરીને આ શુભ પ્રસંગની ઉજવણી કરી હતી અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર (9460 MCM) છે, જે સંપૂર્ણ ભરાતા આગામી વર્ષ માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.
આ ડેમ માત્ર સિંચાઈ માટે જ નહીં, પરંતુ પીવાના પાણી માટે પણ કરોડ રજ્જુ સમાન છે. આ ડેમ ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ સહિત રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમના છલકાવાથી સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી છવાઈ છે અને આગામી સમયમાં જળસંકટની ચિંતા હળવી થઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
