સરદાર પટેલની ખેડાની જમીન બારોબાર વેચનારાઓનું કૌભાંડ કેવી રીતે પકડાયુ? આરોપીઓને કોર્ટે સંભળાવી ભયંકર સજા
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે નોંધાયેલી જમીનને નકલી દસ્તાવેજો દ્વારા વેચી દેવાના ચોંકાવનારા કેસમાં મહેમદાવાદ એડિશનલ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
આ ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામમાં બની હતી, જ્યાં આરોપીઓએ ખોટી રીતે સરદાર પટેલનું નામ ધારણ કરીને જમીનના વેચાણનો કારસો રચ્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 2004માં જમીનના રેકોર્ડ કમ્પ્યુટરાઈઝ થયા અને 2009માં જૂની શરતની જમીનની સ્થિતિમાં ફેરફાર થયો. આ તકનો લાભ લઈને આરોપીઓએ નકલી સાક્ષીઓ ઉભા કરીને 2010માં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે જમીનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરાવ્યો હતો.
ત્યારબાદ આરોપી ભૂપેન્દ્રભાઈ ડાભીએ રેવન્યુ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવવા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. ખાસ વાત એ છે કે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી, છતાં ફેરફાર નોંધાઈ ગયો અને તેમનું નામ રેકોર્ડમાંથી દૂર કરી દેવાયું.

આ ગેરરીતિની જાણ તત્કાલીન નાયબ મામલતદાર બી.એન. શર્માને થતાં તેમણે 2012માં મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં 20 મૌખિક અને 69 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા.
સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા સાથે દરેકને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. નોંધનીય છે કે આ કેસમાં એક આરોપી હિરાભાઈ કલાભાઈ ડાભીનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.
આ ચુકાદાથી સરદાર પટેલ જેવા મહાન નેતાના નામનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર કૃત્યો કરનારાઓને સખત સંદેશ મળ્યો છે. આ ઘટનાએ જમીન સંબંધિત છેતરપિંડીના મામલાઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
