ત્રણ મિત્રોએ મુહિમ ચલાવી મહેનત રંગ લાવી, વિધવા દિવ્યાંગ મહિલાનું ઘર બન્યું
આ કળિયુગમાં પણ હજી માનવતા મરી પામી નથી, જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આજે પણ સર્વસ્વ લગાવી દેતા લોકો આ દુનિયામાં હજી જીવે છે.

- દાહોદ જિલ્લામાં સૌ પ્રથમવાર સોસીયલ મીડિયા થકી વિધવા મહિલાનું ઘર બન્યું
- ગ્રામ્ય વિસ્તારમાં સમાજ સેવી લોકોએ ઢાડક વળે તેવી મદદનો પ્રવાહ કર્યો
તમે ખજુરભાઈના વીડિયો તો બહુ જોયા હશે, પરંતુ ખજુર ભાઈની જેમ જ આ સમાજના ઘણાખરા સમાજસેવકો છે જેઓ નબળા માનવીની સહાય કાજે પોતાનાથી થતું બધું જ કરી બેસતા હોય છે. અમે આજે તમને આવા જ ત્રણ મિત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને આખા ગ્રામજનોની મદદથી આ ત્રણેય મિત્રો આજે એક ગરીબ મહિલાનો ટેકો બની શક્યા.
ઝાલોદ તાલુકાન કદવાળ ગામના મોટા ફળિયામાં રહેતા વિધવા અને દિવ્યાંગ મહિલા ઇન્દિરાબેન ડામોર છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાની ઝૂંપડીમાં રહી પોતાનું જીવન નિર્વાહન કરી ગુજારતા હતા ત્યારે પત્નીનો પડછાયો, સહારારૂપ પતિનું મરણ થતા પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું હતું ત્યારે સામાજિક કાર્યકર્તાઓને એ વાતની જાણ થતા સામાજિક કાર્યકર્તા વિક્રમ ડામોરે તેના મિત્ર મનસુખ ભીલ,સચિન ભીલને કરતા ત્રણેય મિત્રોએ વિધવા દિવ્યાંગ મહિલાને ઘર બની શકે તે માટે ભીડું ઉપાડ્યું હતું અને સોસીયલ મીડિયાના માધ્યમથી મુહિમ ચલાવી હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો સામાજિક અને સમાજ સેવી લોકોએ ઢાડક વળે તેવો મદદનો પ્રવાહ કરતા દિવ્યાંગ વિધવા મહિલાનું પાકું છત વાળું મકાન તૈયાર થવાની આરે છે ગ્રામ્ય વિસ્તારમાં સોસીયલ મીડિયા થકી ત્રણ મિત્રોએ મદદની ગુહાર લગાવી હતી ત્યારે ત્રણ મિત્રોના અથાગ મહેનત થકી તેઓને સફળતા સાંપડી અને દિવ્યાંગ,વિધવા મહિલાને પાકું છત વાળું મકાન બનીને તૈયાર થવાની આરે છે
આ બાબતે વિક્રમ ડામોર જણાવે છે એ કદવાલ ખાતેની દિવ્યાંગ મહિલાના પતિનું અવસાન થતા ઘર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે અમે ત્રણ મિત્રોએ સંયુક્ત મળી સોસીયલ મીડિયા થકી મહિલાનું ઘર બની શકે તે માટે મુહિમ ચલાવી હતી સૌ સમાજ સેવી લોકોએ મદદ કરતા દિવ્યાંગ વિધવા મહિલાનું ઘર બનવાની આરે છે.
સાંભળો વિક્રમભાઈ ડામોરે શું કહ્યું
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
