New Taluka : સાબરકાંઠાના નવા તાલુકાને લઈને વિરોધ, જાણો શું છે પુરો વિવાદ
New Taluka : ગુજરાત સરકારે સાબરકાંઠા જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત કરી છે, પરંતુ આ નિર્ણયને પગલે એક મોટો વિવાદ ઊભો થયો છે.
ઈડર તાલુકામાંથી જાદરને અલગ કરીને સ્વતંત્ર તાલુકો બનાવવાની વર્ષો જૂની માંગણીને આ જાહેરાતમાં ધ્યાને ન લેવાતા જાદર અને આસપાસના વિસ્તારના લોકોમાં ગંભીર નારાજગી જોવા મળી રહ્યો છે.

આ નિર્ણયે સત્તાધારી ભાજપ પક્ષમાં પણ અસંતોષ ફેલાવ્યો છે. જાદરને તાલુકો ન બનાવવાથી નારાજ થયેલા ભાજપના ઘણા કાર્યકરો અને હોદ્દેદારોએ આ જાહેરાતનો વિરોધ કરવા માટે સામૂહિક રાજીનામા આપ્યા છે.
વિરોધ કરી રહેલા સ્થાનિકોનું કહેવું છે કે જાદર વિસ્તાર લાંબા સમયથી પ્રશાસકીય સુવિધાઓ અને વહીવટી સરળતાના અભાવે અન્યાયનો ભોગ બની રહ્યું છે. નવા તાલુકાની માંગણી માટે અગાઉ પણ અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
જો કે, જ્યારે અન્ય વિસ્તારોમાં નવા તાલુકાઓની રચના કરવામાં આવી ત્યારે જાદરની માંગને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સ્થાનિક પ્રજાની લાગણીઓ અને તેમની વાજબી માંગણીઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે.
સ્થાનિકો માને છે કે જાદરને તાલુકો બનાવવાનો મુદ્દો હવે માત્ર એક વહીવટી જરૂરિયાત નહીં, પરંતુ તેમના હક્ક અને લોકગૌરવ સાથે જોડાયેલી લડાઈ બની ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
