જીલ્લા - તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો
ગાંધીનગર, 2 જુલાઇ : તાજેતરમાં ગુજરાતમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ચૂક્યા છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં આગેવાની કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે.
જીલ્લા પંચાયતની ૩ સીટોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદરનો સમાવેશ થાય છે. જેમાં ૦૧ (પોરબંદર) ભાજપ અને ૦૨ (સાબરકાંઠા, મહેસાણા) કોંગ્રેસની હતી. પરંતુ મોદી મેઝિકે આ ત્રણેય બેઠકોમાંથી કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા અને ત્રણેય બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. પેટા ચૂંટણીમાં ત્રણેય સીટ પર ભાજપનો વિજય થયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં લોકસભાની 2 સીટો અને વિધાનસભાની 4 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાનો ડંકો વગાડ્યો હતો. બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો.
જિલ્લા પંચાયત (સાબરકાંઠા, મહેસાણા અને પોરબંદર જિલ્લાનું પરિણામ)
| જિલ્લા પંચાયતની સંખ્યા | બીજેપીએ કેટલી બેઠક જીતી | કોંગ્રેસે કેટલી બેઠક જીતી | બીજેપીની પહેલા કેટલી હતી બેઠક | કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક |
| 3 | 3 | 0 | 1 | 2 |
તાલુકા પંચાયત (વલસાડ, સુરત, તાપી, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ યોજાઇ ચૂંટણી)
| તાલુકા પંચાયતની સંખ્યા | બીજેપીએ કેટલી બેઠક જીતી | કોંગ્રેસે કેટલી બેઠક જીતી | બીજેપીની પહેલા કેટલી હતી બેઠક | કોંગ્રેસની પહેલા કેટલી હતી બેઠક |
| 19 | 12 | 7 | 4 | 15 |
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
