Republic Day: ગુજરાતના 5 IPS સહિત 17 પોલીસકર્મીઓને મળશે રાષ્ટ્રપતિ પુરસ્કાર
Republic Day: 75માં ગણતંત્ર દિવસ પહેલા ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવદેન મુજબ ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ સર્વિસ સહિત 1132 સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સમ્માન આપવામાં આવશે.

વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ મળ્યો છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જના આઈજી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે.
277 શૌર્ય ચંદ્રકોમાંથી, જમ્મુ કાશ્મીર પોલીસનાં 72 કર્મચારીઓ, મહારાષ્ટ્રના 18 કર્મચારીઓ, છત્તીસગઢના 26 કર્મચારીઓ, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 8 કર્મચારીઓ, સીઆરપીએફના 65 જવાનો, એસએસબીના 21 જવાનોને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. બાકીના અન્ય રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
