નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ?
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સારા ગામે એક નિવૃત્ત CRPF જવાનના સન્માન સમારોહ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ જાહેર કાર્યક્રમની આડમાં મોટી સંખ્યામાં લોકોનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.

CRPFમાં 22 વર્ષની સેવા આપી નિવૃત્ત થયેલા સ્થાનિક જવાનના માનમાં મંગળવારે રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ અને ધર્મ પ્રચાર કરીને આદિવાસીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો.
ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. લોકોનો દાવો છે કે આટલા મોટા આયોજન માટે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નહોતી.
આ વિવાદમાં મહારાષ્ટ્રના પાસ્ટર ડેનિયલ શિંદેની હાજરી સામે પણ ગ્રામજનોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા બે જૂથો સામસામે આવી ગયા હતા, જેના કારણે ગામમાં અચાનક તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને પોલીસ બોલાવવી પડી હતી.
વાંસદા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડ્યો હતો. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.
ગ્રામજનોએ આ મામલે પોલીસ મથકે લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. જો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે દબાણપૂર્વક ધર્માંતરણ સાબિત થાય, તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
