મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના પાંચ તેજસ્વી બાળકોએ માણી પહેલી જૉય રાઇડની મજા
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ ઓવરબ્રિજ, રિવર ક્રુઝ પછી વધુ એક નજરાણું એવી જૉય રાઇડનો પુનઃ પ્રારંભ થયો છે.

અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષભાઈ બારોટ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જૉય રાઇડના હેલિકોપ્ટરે પોતાની પહેલી ઉડાન ભરી હતી. જૉય રાઇડની પહેલી ઉડાનની વિશેષતા એ રહી કે તેમાં કોઈ મહાનુભાવો નહિ, પરંતુ પાંચ તેજસ્વી બાળકોએ જૉય રાઇડનો આનંદ માણ્યો હતો.
આ પ્રોજેકટની શુભ શરૂઆત અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજય નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશ પંચાલ અને કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ રાજયમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪૯ શાળાઓમાંથી તેજસ્વી અને મેઘાવી પાંચ બાળકોની પસંદગી કરી તેમને અમદાવાદ શહેરનો અદભુત નજારો હેલિકોપ્ટર જોયરાઇડ દ્વારા કરાવવામાં આવ્યો.
અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. શહેરમાં અનેક સીમા ચિન્હરૂપ સ્થાપત્ય આવેલા છે. જેને હેલિકોપ્ટરથી નિહાળવા એ એક રોમાંચક અનુભવ છે. રાજયમાં હેલિકોપ્ટર સેવા અને પ્રવાસનને વેગ આપવા રાજય સરકારના પ્રોત્સાહન અને સહયોગથી વર્ષ ૨૦૨૨ માં અમદાવાદ શહેરમાં એરોટ્રાન્સ કંપની દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોયરાઇડની સેવા શરૂ કરવાની નવતર પહેલ કરવામાં આવેલી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના સામાન્ય નાગરિકને ઉડાનની સેવાનો લાભ મળે તે માટેના સ્વપ્નને સાકાર કરવા અને આ અનુસંધાનમાં નાગરિકોને હેલિકોપ્ટરથી ઉડ્ડયનની તક પૂરી પાડવા હેલિકોપ્ટર જોયરાઇડ સેવાના પુન: પ્રારંભ કરવા માટે મ્યુનિ. શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ જોયરાઇડની તક આપી આ દિશામાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો.
આ હેલિકોપ્ટર સેવાના પુનઃ પ્રારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર , એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ડે.મેયર ગીતાબેન પટેલ, સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટ, દંડક અરુણસિંહ રાજપૂત, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક, શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ સ્કૂલ બોર્ડના સભ્યઓ, એલિસબ્રીજ વિસ્તારના કાઉન્સીલરઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર અને કુમકુમ તિલકથી હેલિકોપ્ટરની પ્રથમ જોયરાઇડનો પુન: પ્રારંભ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા કરવામાં આવ્યો. ઉપસ્થિત આ બાળકોના વાલીઓએ રાજય સરકાર દ્વારા જિંદગીમાં પ્રથમ વખત બાળકોને હેલિકોપ્ટરની સવારી કરાવવા માટે પ્રસન્નતા સાથે ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો. ઉપસ્થિત મહાનુભાવોએ પણ હેલિકોપ્ટર જોયરાઇડ દ્વારા અમદાવાદ શહેરનો નજારો માણ્યો. ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદના સુજ્ઞ નગરજનો પૈકી ઘણા લોકો આ રોમાંચ અનુભવવા માટે આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
