8મી Vibrant Gujarat સમીટમાં આ વખતે, શું નવું છે જાણો અહીં...
આ વખત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં શું નવું છે જાણો અહીં.
નોંધનીય છે કે મંગળવારથી ગાંધીનગર ખાતે 8મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નું ઉદ્ધાટન કરવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ વાઇબ્રન્ટ ગુજરાત સફળ રહે તે માટે ગુજરાત સરકાર પૂરું જોર લગાવી રહી છે. ત્યારે આ વખતની વાઇબ્રન્ટ ગુજરાતમાં શું નવું છે તે અંગે વિગતવાર રસપ્રદ માહિતી વાંચો અહીં....

વિજય રૂપાણી
નોંધનીય છે કે મુખ્યમંત્રી તરીકે પહેલી વાર વિજય રૂપાણી વાઇબ્રન્ટ ગુજરાતની આ સમીટને આયોજન કરી રહ્યા છે. સીએમ રૂપાણી અને 2017ની વિધાનસભાની ચૂંટણી માટે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા ખૂબ જ મહત્વ રાખે છે.

1500થી વધુ સ્ટોલ, વાઇફાઇ
પીએમ મોદી આ વખતના વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન કરશે. આ વખતે દોઢ લાખ ચોરસ કીમી વિસ્તારમાં 1500થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે અને 10 અને 11 જાન્યુઆરીએ વેપારી પ્રતિનિધિ મંડળો તેમાં જોડાશે. જ્યારે 12 અને 13મી જાન્યુઆરીથી તેને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાશે. વળી આ કાર્યક્રમમાં ફ્રી વાઇફાઇ મળી રહે તે માટે 150 થી વધુ હોટસ્પોટ અને વાઇ ફાઇ નેટવર્ક ઊભા કરાયા છે.

અમદાવાદમાં ધમધમાટ
નોંધનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની ઉજવણી ગાંધીનગર ખાતે થવાની છે. પણ તમામ મોટા મહેમાના ઉતરવાના છે અમદાવાદ એરપોર્ટ પર. પીએમ મોદી પણ અમદાવાદ એરપોર્ટ પર જ ઉતરશે. જેથી કરીને અમદાવાદ એરપોર્ટ પર પૂર જોશથી ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુરક્ષાની સાવચેતી સાથે જ ચાર્ટર્ડ વિમાનો પણ અહીં ઉતરી શકે તેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિવિધ દેશોથી આવતા પ્રતિનિધિઓનું યોગ્ય સ્વાગત થાય તેની પણ પૂર્ણ ચોક્કસાઇ રાખવામાં આવી છે.

MOU
નોંધનીય છે રૂપાણી સરકાર આ વખતે વાઇબ્રન્ટ દરમિયાન સૌથી વધુ એમઓયુ નોંધાય તે માટે બનતા પ્રયાસો કરી રહી છે. હજી સુધી અંદાજે 22647 એમઓયુના રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. જેની અંદાજીત રકમ 30 લાખ કરોડથી વધુ છે. વળી આ વખતે જીઆઇડીસી એરિયા, ફૂડ પ્રોસેસિંગ, ખનીજ, કેમિકલ ક્ષેત્રે વધુ એમઓયુ થયા છે.

ગાંધીનગર રોશનીથી સજ્જ
નોંધનીય છે કે વાઇબ્રન્ટ માટે જ્યારે દુનિયાભરના દેશોના પ્રતિનિધિ અને જાણીતી કંપનીના સીઇઓ હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ખાસ રોશીન અને શણગાર કરવામાં આવ્યા છે. જેણે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
