'તને ખરેખર આ સારુ લાગી રહ્યુ છે?', રવિન્દ્ર જાડેજાએ એવુ રિએક્શન આપ્યુ કે રિવાબા ફરીથી થઈ ગયા ટ્રોલ
Rivaba Jadeja Ravindra Jadeja News: ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની એમએલએ પત્ની રિવાબા જાડેજા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યારથી રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પુત્રવધૂ રિવાબા પર ઘર તોડવાનો આરોપ લગાવ્યો છે ત્યારથી તે ચર્ચામાં છે.
હવે ફરી રિવાબા જાડેજાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં રિવાબા જાડેજાએ પોતાની અને તેના પતિ રવિન્દ્ર જાડેજાની તસવીર શેર કરી છે. હવે આ તસવીર પર કોમેન્ટ કરતી વખતે જાડજાએ કંઈક લખ્યું છે જેના કારણે રિવાબાની પોસ્ટ વાયરલ થવા લાગી છે.

રિવાબા જાડેજાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને તેના પતિ રવિન્દ્ર જાડેજાની જૂની તસવીર શેર કરી છે. જોકે, રિવાબાની આ તસવીર તાજેતરની છે પરંતુ જાડેજાની જૂની છે. તસવીર શેર કરીને રિવાબાએ હાર્ટ ઈમોજી પણ બનાવી છે.
આ તસવીર ત્યારે વાયરલ થઈ જ્યારે રવિન્દ્ર જાડેજાએ તેના પર કમેન્ટ કરી. રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરી અને લખ્યું, "ખરેખર, તમને આ તસવીર ગમી છે..." રવિન્દ્ર જાડેજાની આ કોમેન્ટને ઘણા લોકોએ લાઈક કરી છે, જ્યારે ઘણા લોકોએ આ કોમેન્ટ પર રિવાબા જાડેજાને પણ ટ્રોલ કર્યા છે.
રિવાબા જાડેજા આજકાલ ગમે તે પોસ્ટ કરે, યુઝર્સ તેને કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સમાં પણ યુઝર્સે સસરા પર કટાક્ષ કર્યો છે. એક યુઝરે પૂછ્યું, 'તો કેમ છે, તમારા સસરા?' તો એક યુઝરે કહ્યું, 'તમારા સસરાને પ્રણામ કરો, સંસ્કારી મેડમ.'
એક યુઝરે કમેન્ટમાં કહ્યું, "જ્યારે તમારે તમારા સસરાની સાથે આવો જ વ્યવહાર કરવો હતો, તો પછી આટલા સંસ્કારી બનીને મેચમાં આવવાની અને સાડી પહેરવાની શું જરૂર હતી?" જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, "કમસે કમ જાડેજાના પિતાને આદર તો આપો.''
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ અનિરુદ્ધ સિંહ જાડેજાના ઈન્ટરવ્યુને ખોટો ગણાવ્યો હતો. તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે આ આખો ઈન્ટરવ્યુ એકતરફી છે. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે પણ કહેવા માટે ઘણું છે, પરંતુ તે ચૂપ છે, તેનો અર્થ એ નથી કે કોઈએ તેની પત્નીની છબીને કલંકિત કરવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
