કચ્છ રણોત્સવનો આજથી પ્રારંભ, વાંચો આજના ન્યૂઝ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, કચ્છના રણમાં ધોરડો નજીક ચાંદની રાતના અજવાળે ઊજવાતા રણોત્સવનો આરંભ ૧૭મી ડિસેમ્બરને મંગળવારથી થઈ રહ્યો છે. ૧૫મી ફેબ્રુઆરી- ૨૦૧૪ સુધી સળંગ બે મહિના ચાલનારા રણોત્સવમાં ઉત્તરાયણ પછીની ૧૭મી જાન્યુઆરી' ૨૦૧૪ સુધી ફૂલ બુકિંગ મળી રહ્યું છે. ભરૂચ શહેરના ઝાગેશ્વર રોડ સ્થિત ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ધોરણ 4ના વિદ્યાર્થીની 20 લાખની ખંડણી માટે હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

કચ્છ રણોત્સવનો આજથી પ્રારંભ
કચ્છના રણમાં ધોરડો નજીક ઉજવાતા રણોત્સવનો પ્રારંભ 17 ડિસેમ્બરથી થઇ રહ્યો છે. 15મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ રણોત્સવમાં 17 જાન્યુઆરી સુધી ફૂલ બુકિંગ હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. નોંધનીય છે કે, વર્ષ 2005થી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણોત્સવનો કાર્યભાર આ વર્ષે એક ખાનગી કંપનીને આપી દેવામાં આવ્યો છે.

સુરતમાં ડમ્પરની અડફેટે બેના મોત
સુરતમાં સવાણી રોડ પર આવેલા ટ્રિનિટિ બિઝનેસ પાર્ક સામેના સર્કલ પર એક ડમ્પરે ધોરણ 12માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીને અડફેટે લેતા તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. આ અંગેની જાણ થયા બાદ પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી ક્ષમા જયેશભાઇ પટેલ અને તેમની મિત્ર નિષ્ઠા નરેશભાઇ પટેલ શાળાથી છૂટ્યા બાદ પોતાની મોપેડમનાં ઘર તરફ આવી રહી હતી ત્યારે ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા અને ડમ્પરના આગળના બન્ને વિદ્યાર્થિની પર ફરી વળ્યા હતા, જેમાં બન્નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ભરૂચઃ 20 લાખની ખંડણી માટે છાત્રની હત્યા
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ધોરણ 4ના વિદ્યાર્થીની 20 લાખની ખંડણી માટે હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર છગન પરમારનો 10 વર્ષીય પુત્ર ચેતન પ્રાર્થના વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો, જે શનિવારે ટ્યૂશન ગયા બાદ ઘરે પરત નહીં ફરતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં છગનભાઇને 20 લાખની ખંડણી માગતો ફોન કરવામાં આવ્યો હતો. બાળકની હત્યા અંગે તપાસ કરી રહેલી પોલીસે છગનભાઇને આવેલા ફોનના આધારે તપાસ હાથ ધરી છે.

ભાભરઃ અજાણ્યા શખ્સો દ્વારા 10 લાખની લૂંટ
ભાભર નજીક સણવા ગામના રોડ ખાતે દૂધ મંડળીના મંત્રી પણ ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી 10 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો અનુસાર ભાભર તાલુકાના સણવા દૂધ મંડળીના મંત્રી મેઘરાજભાઇ ગંગારામ ભાઇ પટેલ સોમવારે બેન્કમાંથી દૂધ મંડળીનો પગાર ચુકવવા માટે 10 લાખ રૂપિયા ઉપાડીને આવી રહ્યાં હતા, ત્યારે સણવા ગામ તરફ જતા રોડ પર ત્રણ શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ ચલાવી બાઇક પર ફરાર થઇ ગયા હતા. જે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

હિટ એન્ડ રન કેસઃ વિસ્મયને જામીન અંગે આજે સુનાવણી
અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં રહેલા વિસ્મય શાહ દ્વારા સારવાર અર્થે 30 દિવસના જામીન માટે અમદાવાદ જિલ્લા કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેને લઇને આજે જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ જજ કેકે ધોળકિયા સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. નોંધનીય છે કે, હિટ એન્ડ રન કેસમાં પકડાયેલા વિસ્મય શાહને કમર અને કિડનીની બિમારી હોવાથી 26મી નવેમ્બરથી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યો છે, અને વધુ સારવાર અર્થે તેણે 30 દિવસના જામીન મેળવવા માટે જિલ્લા કોર્ટમાં અરજી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
