હજારો જવાનોના જીવ બચવાનારા રણછોડ પગીનું નિધન

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને૧૯૭૧ના યુદ્ધ સમયે રણછોડભાઇ સવાભાઇ રબારી ભારતીય લશ્કરને બનાસકાંઠાની સરહદથી છેક પાકિસ્તાનના નગરપારકર સુધી દોરી ગયા હતા અને ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવી લીધી હતી. હંમેશા ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશુંજ નહોતુ. તેમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. નોંધનીય છે કે, સ્વ. માણેક શાહ પણ રણછોડ પગીને ભૂલી શક્યા નહોતા. ૧૯૭૧ના યુદ્ધ બાદ રણછોડ પગી નગરપારકરમાં હતા ત્યારે જનરલ માણેકશાએ રણછોડ પગીને ડિનર લેવાનું આમંત્રણ આપ્યું હતું.
પાકિસ્તાનના પેથાપૂર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. ભારત-પાકના ભાગલા દરમિયાન એ ૩૧ વર્ષ, ૨ માસ અને ૨૬ દિવસ દેશની સેવા કરવા બદલ સરકાર તરફથી સમર સેવા સ્ટાર-મેડલ ૧૯૬૫, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ એનાયત થયા હતા અને તા. ૩૧-૭-૯૨ ના રોજ સ્વૈરિછક નિવૃત થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
