રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા તથા પૂરૂષોત્તમ રૂપાલાની પસંદગી
રાજ્યસભાની ચૂંટણી બીજેપીએ મનસુખ માંડવિયા તથા પુરૂષોતમ રૂપાલાના નામ જાહેર કર્યા છે. જાણો વધુ અહીં.
રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત ભાજપમાં ધમધમાટ વધી ગયો છે. અને આગામી 23 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બીજેપીએ જાહેર કરી દીધી છે. જેમા મનસુખ માંડવિયા તથા પુરૂષોતમ રૂપાલાના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી મનસુખ માંડવીય અને પુરુષોત્તમ રૂપાલના નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાને રિપીટ કરાયા છે. જ્યારે નાણાપ્રધાન અરૂણ જેટલીને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ આ વખતે વિધાનસભામાં ભાજપની સીટો ઘટી જતા માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકે તેમ છે તેથી જેટલીને યુપી મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં પાટીદારો કારણે બંન્ને પાટીદાર નેતાઓને રિપીટ કરાયા છે.

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટો ખાલી થવાની છે. અત્યાર સુધી ચારેય સીટો ભાજપના કબજામાં હતી. પરંતુ આ વખતે ભાજપ માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકશે. કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ વધતા બે સભ્યો તેના રાજ્યસભામાં પહોંચશે. મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. ભાજપ પક્ષ જે રીતે પોતાનો ફેલાવો વધારતો જાય છે તે જોતા હવે તમામ ચૂંટણીઓમાં ભાજપા દીર્ધદ્રષ્ટિથી જ ઉમેદવારોની પસંદગી કરે છે. મનસુખ માંડવિયા અને ખાસ તો પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપના કાર્યકરોમાં તથા પક્ષમાં માનવતું સ્થાન ધરાવે છે અને ઠીક ઠીક લોકપ્રિય પણ છે તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તેમનું નામ પસંદ થયું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાંથી અરૂણ જેટલી, મધ્યપ્રદેશમાંથી થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાંથી જે.પી.નડ્ડા, બિહારમાંથી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનમાંથી ભૂપેન્દ્ર યાદવનું નામ મૂકવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
