રાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર
ગુજરાતના રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે.
ગુજરાતના રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે રાજકોટના નવાગામમાં 8 વર્ષની એક નાની બાળકી પર 17 વર્ષના કિશોરે બળાત્કાર કર્યો છે. આ કિશોર તેના ગામમાં જ રહેતો હતો અને બાળકીને કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ તેણે તેના પર આ દુષ્કર્મ આચર્યુ. ઘટનાની જાણ થતાં જ પોલિસે આરોપીને પકડી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં બળાત્કારની સતત બીજી ઘટના સામે આવતા ચકચાક મચી ગઈ છે. રાજકોટના કુવાડવા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે 8 વર્ષની એક બાળકી એકલી જઈ રહી હતી. જેને જોઈને તેના ગામના જ 17 વર્ષના કિશોરે તેને વોકળામાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલિસે અપહરણ અને સગીરા પર બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલિસના જણાવ્યા મુજબ 8 વર્ષની બાળકી જતી હતી તે દરમિયાન સગીરે તેનો પીછો કર્યો હતો અને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર કર્યો હતો. ગામના કોઈ વ્યક્તિએ પોલિસને જાણ કરતા પોલિસ તરત હરકતમાં આવી હતી અને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સગીરા અને આરોપીનુ મેડીકલ ચેકઅપ કરાવી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
