રાજભા ગઢવીની એક ટિપ્પણીથી વિવાદનો મધપૂડો છંછેડાયો, રાજવીએ કહ્યું, માફી માંગો નહીંતર કાર્યવાહી
અમદાવાદ: રાજપૂત સમાજ અંગે કરેલા નિવેદનને કારણે રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલા સામે રાજપૂત સમાજનો રોષ લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો ત્યારે હવે આ વિવાદ માંડ શાંત થયો છે, ત્યારે ફરી એક વિવાદનો મધપૂડો છંછેડાઈ ચૂક્યો છે. લોકકલાકાર અને લોકસાહિત્ય કલાકાર તરીકે પ્રખ્યાત થયેલા રાજભા ગઢવી સામે હવે આદિવાસી સમાજે બાંયો ચઢાવી છે અને રાજભા ગઢવી માફી માંગે તેવી માગ આદિવાસી સમાજ કરી રહ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?
સમગ્ર વિવાદની મળતી માહિતી મુજબ, હાલ રાજભા ગઢવીના ડાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી ડાયરામાં બોલી રહ્યા છે તેવુ નજરે પડી રહ્યું છે. ડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવી બોલતા નજરે પડે છે કે,ડાંગ, આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. આદિવાસી સમાજ પ્રત્યે આ પ્રકારના નિવેદનને કારણે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોક ડાયરામાં જાહેર જનતાને ડાંગગ વિશે ખોટી માહિતી આપતા ડાંગના લોકો અને આદિવાસી સમાજમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે અને રાજભા ગઢવી સમગ્ર આદિવાસી સમાજની માફી માંગે તેવી માગણી આદિવાસી સમાજ કરી રહ્યો છે.
ડાંગના રાજવીએ શું કરી માંગ?
સમગ્ર માામલે ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ધનરાજસિંહ સૂર્યવંશીએ સમગ્ર મામલે રાજભા ગઢવીને ચેલેન્જ આપતા કહ્યુ કે, રાજભા ગઢવી આ વિવાદસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માંગે, જો રાજભા ગઢવી માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આવેદનપત્ર આપી કાર્યવાહીની માગ કરવાની માગ કરવામાં આવશે.સમગ્ર મામલે ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે વાયરલ વીડિયો અંગે તાત્કાલિક ધોરણે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
