ગુજરાતમાં ધીમી ધારે વરસાદ: કપરાડામાં ૬ ઇંચ, ગણદેવી-જલાલપોરમાં 5 ઇંચ વરસાદ
ગાંધીનગર, 17 જુલાઇ: ગુજરાત રાજ્યમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ૪૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો જયારે નવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપોરમાં ૧ર૮ મી.મી. મળી કુલ બે તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૭-૭-ર૦૧૩ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમ્યાન તાપી જિલ્લાના સોનગઢમાં ૮૬ મી.મી., નવસારી જિલ્લાના ચીખલીમાં ૯૦ મી.મી., નવસારીમાં ૭૬ મી.મી. અને સુરત જિલ્લાના મહુવામાં ૮ર મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે વલસાડ અને વાપીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયાં હતા. દમણગંગા નદી ગાંડીતૂર બનતાં નીચાણવાળા ગામડાંને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો, મધુબન ડેમમાંથી ૮૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

આ ઉપરાંત છોટાઉદેપુરમાં ૬૧ મી.મી., ભાણવડમાં ૪૬ મી.મી., ખંભાળીયામાં ૪૭ મી.મી., વાલોડમાં ૬૧ મી.મી., બારડોલીમાં પ૦ મી.મી., ચોર્યાસીમાં ૬૬ મી.મી., પલસાણામાં પ૦ મી.મી., સુરત શહેરમાં પ૩ મી.મી., ઉમરપાડામાં પ૦ મી.મી., વાંસદામાં ૬પ મી.મી., ધરમપુરમાં ૬૦ મી.મી., ઉમરગામમાં ૪૬ મી.મી. અને ડાંગમાં પ૩ મી.મી. મળી કુલ ૧૩ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના મોડાસા, જેતપુર, શિનોર, ઉપલેટા, જામજોધપુર, ઉચ્છલ, વ્યારા, કામરેજ, માંડવી, માંગરોળ અને વલસાડ મળી કુલ ૧૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૧૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
