Rahul in Gujarat: રાહુલ ગાંધીએ ચોટીલામાં કર્યા દર્શન
રાહુલ ગાંધીએ ચોટીલા ખાતે માતાજીના દર્શન કર્યા. આજે રાહુલ ગાંધીના ગુજરાત પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
રાહુલ ગાંધીએ આજે ચોટીલા ખાતે માતાજીના દર્શન કરીને તેમના ત્રીજા અને અંતિમ દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે સતત ત્રણ દિવસથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અહીં તેઓ એક પછી એક ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે રાહુલ ગાંધીની આ નવસર્જન યાત્રામાં તે ખોડલધામ, જસદણ, ચોટીલાની મુલાકાત લેશે. સાથે તેઓ આજે જનમેદનીને પણ સંબોધન કરશે. છાબરી ગામે રાહુલ ગાંધીએ તેમની આ યાત્રા દરમિયાન મહિલાઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. તો વધુમાં રાજકોટમાં મંગળવારે રાહુલ અને પાસ કન્વીનર હેમંગ પટેલ પણ એક બીજા સાથે બેઠક કરીને પાટીદાર પ્રશ્નો પર ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધીનો આ ચૂંટણી કાર્યક્રમ ખૂબ જ મહત્વ ધરાવે છે. અને રાહુલે પણ આ યાત્રા દરમિયાન પાટીદારોને છાવર્યા હતા. વધુમાં તે મુસ્લિમ સમુદાયના લોકોને પણ મળ્યા હતા. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જ જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
