કેન્દ્રીય મંત્રી અમિત શાહે 400 કરોડના વિકાસના કામોને લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પાટનગરના સેક્ટર ૨૧ ખાતેના ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં ૧,૭૦૦ દ્વિચક્રી વાહનો, ૭૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કિંગનું લોકાર્પણ ઉપરાંત સેક્ટર ૧૧,૧૭,૨૧ અને સેક્ટર ૨૨માં ચાર માર્ગીય રસ્તા સહિતની આંતર માળખાકીય સુવિધાના રૂ. ૨૫ કરોડના વિકાસ કામો તેમજ શહેરમાં રૂ. ૬.૪૫ કરોડના ખર્ચે સ્થાપિત ૬૪૫ KWના સોલર રૂફ ટોપ અને ૨૨૦ KWના સોલર ટ્રીનું પણ લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા અંદાજે રૂ. ૪૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર ૩૦ અને બોરીજ ગામમાં બગીચા તેમજ સેક્ટર ૧,૩,૨૧,૨૩,૨૫ અને સેક્ટર ૨૬માં આવેલા બગીચાઓનું રીનોવેશન તેમજ વિવિધ સેક્ટરોમાં કમ્પાઉન્ડ વોલના નિર્માણના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમણે આ અવસરને વિકાસનો ઉત્સવ ગણાવ્યો હતો.












Click it and Unblock the Notifications
