ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાને દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.

વડાપ્રધાને શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે
પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાને મંદિરમાં દર્શનાર્થીઓ- શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યુ હતું.
વડાપ્રધાનને મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે. કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
