જુઓ પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો...
આજે સારંગુપર ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યારે સ્વામી બાપાની અંત્યેષ્ઠી વિધીના દર્શન સૌ કરી શકે તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો આખા વિશ્વમાં ફેલાયેલા છે. તેમના માટે તેમનો પ્રેમ ખુબ જ વધારે છે.
આજે સવારથી જ સ્વામી બાપાના અંતિમ દર્શન માટે સંત્સંગી સહતિ મહાનુભાવો ઉમટી રહ્યા છે. આજે મોરારી બાપુએ આવીને સ્વામી બાપાની આરતી ઉતારી હતી જ્યારે અમિત શાહ, અરૂણ જેટલી,. અનિલ અંબાણી, અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સ્વામી બાપાના અંતિમ દર્શને આવ્યા હતા. અને અંત્યેષ્ઠી વિધીમાં પણ હાજર.
આજે સ્વામી બાપાના અંતિમ દર્શને આવી રહેલા ભક્તજનો માટે મંદિર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દૂર દૂરથી આવેલા ભક્તોનું આ શોકપ્રસંગે પણ ધ્યાન રખાઈ રહ્યું છે અને સાળંગપુર આવેલા તમામ હરિભક્તોને કોરો નાસ્તો તથા પાણીની બોટલ્ક આપવામાં આવી રહી છે. સ્વામી બાપા અક્ષરવાસી થયા તે દિવસથી અહીં ભક્તજનો ઉમટી રહ્યા છે ત્યારે મંદિર પરિસરમાં જ મેડિકલની સુવિધા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
એક નજર કરો રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો પર...

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
પ્રમુખ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર થવાના છે. ત્યારે અંત્યેષ્ઠી સંસ્કારને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ હજારો ભક્તો અંત્યેષ્ઠીના સ્થળ પર દર્શન કરવા ઉમટી રહ્યા છે.

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
પરમ પૂજ્ય સ્વામી બાપાની અંતિમ વિધીની શરૂઆત થઈ છે ત્યારે સાળંગુપર મંદિર સંતો અને હરિભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું છે

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
મંદિરના પ્રાંગણમાં સતત સ્વામિનારાયણ મહામંત્રનો મંત્રોચ્ચાર ચાલી રહ્યો છે અને હરિભક્તો શિસ્તબદ્ધ રીતે બાપાના દર્શન કરી રહ્યા છે.

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
સ્વામી બાપાને પાલખીમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા.

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
આજે મોરારી બાપુએ આવીને સ્વામી બાપાની આરતી ઉતારી હતી

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
પાર્થિવ દેહને સાધુઓના સથવારે રથમાં નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો અને ત્યાં ષોડશોપચાર પૂજા ચાલુ છે.સંતો દ્વારા બાપાના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો. આ સમયે સમગ્ર વાતાવરણ શોક મગ્ન જોવા મળી રહ્યું હતું.

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
આજે પ્રમુખ સ્વામી ના અંતિમ દર્શન કરવા માટે ખુબ જ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા

પ્રમુખ સ્વામીના અંતિમ વિધિની તસવીરો
જ્યારે અમિત શાહ, અરૂણ જેટલી, અનિલ અંબાણી, અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સ્વામી બાપાના અંતિમ દર્શને આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
