ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકના રાજકીય સમિકરણ કોને ફળશે ?

ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંની માણસા વિધાનસભા બેઠકની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક ચૌધરી મતદારોનો પ્રભાવની આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્વપુર્ણં માનવામાં આવે છે.

gandhinagar assembly election

માણસા વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠકમાં માણસા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. માણસા વિધાનસભામાં કૂલ 2.31 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં, 1.19 લાખ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે, 1.12 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ આ બેઠકમાં થાય છે. માણસા વિધાનસભામાં કૂલ 265 મતદાન કેન્દ્રો નોંધાયેલા છે.

જાતિગત સમિકરણની વાત કરવામાં આવે તો, આ બેઠકમાં ઓબીસી મતદારો હૂકમનો એક્કો ગણાય છે. ઠાકોર સમાજના અંદાજીત 45 હજાર મતદારો અને ચૌધરી પટેલ સમાજના 25 હજાર જેટલા મતદારો નિર્ણાયક રહે છે. ત્યારે, પાટીદાર મતદારો 40 હજાર અને દલિત મતદારો 18 હજાર જેટલા છે. આ ઉપરાંત ક્ષત્રિય અને ઇત્તર સમાજના મતદારોની સંખ્યા પણ નિર્ણાયક છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં માણસા બેઠક પરથી કોંગ્રેસના સુરેશ પટેલ ચૂંટાયા હતા. તેમણે ભાજપના અમિત ચૌધરીને પરાજ્ય આપ્યો હતો. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી જયંતી ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે, કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલને રિપિટ ન કરતાં ઠાકોર ચહેરા તરીકે બાબુસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો, આમ આદમી પાર્ટીમાંથી ભાસ્કર પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X