ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ
ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દી ઉમંગ પટેલ સામે એફઆઇઆર દર્જ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દી ઉમંગ પટેલ સામે એફઆઇઆર દર્જ કરવામાં આવી છે. જેમણે વિદેશથી પરત ફર્યા બાદ કોરોના વાયરસની વિગતો વહીવટી તંત્રથી છૂપાવી છે. સેક્ટર- 21 પોલીસ સ્ટેશનમાં ઉમંગ પટેલ સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ આ ફરિયાદ દાખલ કરી છે.

ગાંધીનગરમાં આજે કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આંકડો છ સુધી પહોચી ગયો છે. જેમાં બિલ્ડરનો પુત્ર ઉમંગ પટેલ જવાબદાર છે. વિદેશમાંથી તે પાછો આવ્યો હતો તેમ છતાં તેને કોરોના અંગેની માહિતી છૂપાવી હતી પરિણામે આજે ગાંધીનગરમાં ઉચાટ અને ભય ફેલાયેલો છે. ગાંધીનગરમાં હજુ પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની દહેશત છે.
શહેરના સેક્ટર-12 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ઉમંગ પટેલ અને તેની સાથેના ચાર પોઝિટીવ કેસ છે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. જિલ્લા કલેક્ટરનું માનવું છે કે ઉમંગ પટેલે કોરોના અંગેની માહિતી છૂપાવતાં આજે ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધી રહ્યાં છે. વધુ બે કેસ સાથે કુલ કેસોની સંખ્યા છ થઇ છે. શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર શહેર લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ કચેરીઓમાં કામકાજ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં 21 માર્ચથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે, આજે સેક્ટર 23 અને સેક્ટર 29ના કર્મચારીઓને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
