PM મોદીના ભાઇનો આરોપ, આધારના કારણે લોકોને નથી મળતું રેશન
નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહ્લાદ મોદીએ આધાર કાર્ડના કારણે લોકો રેશનથી વંચિત રહી જાય છે તેવી ફરિયાદ કરતા રૂપાણી સરકાર વિરુદ્ધ આ ચિમકી ઉચ્ચારી છે. જાણો આ સમાચાર વિગતવાર અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક તરફ ગરીબોની સરકાર હોવાનો દાવો કરી રહી છે અને સરકારી યોજનાઓ અને લાભાને આધાર કાર્ડ સાથે જોડવાની વાત કરે છે ત્યાં જ પીએમ મોદીના ભાઇ અને ગુજરાતના ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિયેશનના અધ્યક્ષ પ્રહ્લાદ મોદીએ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની વાતનો વિરોધ કર્યો છે. ગુરુવારે પ્રહ્લાદ મોદીએ કહ્યું કે અનેક લોકોને ફેયર પ્રાઇઝ શોપ પર લાગેલા સોફ્ટવેરની ટેકનીકલ ખરાબીના કારણે મહિનાનું રેશન નથી મળ્યું. આ મામલે તેમણે રાજ્ય સરકારને પણ આડે હાથે લીધી હતી. મોદીનું કહેવું છે કે રેશન ડિલરોને આનાથી તકલીફ પડી રહી છે. સાથે જ લોકો પણ રેશન ના મળતા ખાલી હાથે પાછા ફરે છે. તેમણે ગુજરાત સરકારને આ મુશ્કેલીનો ઉકેલ નીકાળવાની માંગણી કરી છે. અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો જલ્દી આ અંગે કોઇ પગલાં નહીં લેવામાં આવે તો દુકાનોને બંધ કરી વિરોધ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 17,000 રિયાયતી દુકાનો પર લાભાર્થી સબસિડી વાળું અનાજ મેળવી શકે તે માટે એપ્રિલ 2016માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આવી દુકાનોમાં ઇ એફપીએફ સોફ્ટવેરના માધ્યમથી કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડવામાં આવી છે. આ પ્રણાલી હેઠળ ગ્રાહકને રેશનના લાભ આપવા માટે આધાર કાર્ડનું વિવરણ અને અંગૂઠાનું નિશાન હોવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહ્લાદ મોદીએ કહ્યું કે આ સોફ્ટવેરની અનેક દુકાનોમાં ઠીક રીતે કામ નથી કરતું. જેના કારણે અનેક લાભાર્થીઓને ખાલી હાથે પાછા જવું પડે છે. મોદીએ કહ્યું કે રાજ્યમાં અનેક દુકાનો સોફ્ટવેરની આ મુશ્કેલીથી પસાર થાય છે. જેમાં ગ્રાહકો અંગૂઠાની છાપ અને આધાર કાર્ડ રીડ નથી કરતા. સાથે જ તેમણે કહ્યું કે આ સોફ્ટવેર સાથે અનેક સમસ્યા છે. ક્યારેક ફિંગરપ્રિન્ટ નથી રડી થતી તો ક્યારેક આધાર કાર્ડની ડિટેલ નથી દેખાતી. તો કેટલીક વાર સોફ્ટવેર એટલું ધીમું ચાલે છે કે પુછો ના વાત. તો ક્યારેક લોગિનની સમસ્યા પણ થાય છે. ત્યારે પ્રહ્લાદ મોદીએ માંગ કરી છે કે સરકાર જલ્દી જ આ મામલે કોઇ નિરાકરણ લાવે. સાથે જ સરકારે આ મામલે અન્ય કોઇ વિકલ્પ પણ આપવો જોઇએ જેથી કરીને ગ્રાહકને રેશન વગર ખાલી હાથે ના જવું પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
