ભરુચમાં પીએમ મોદીએ જવાહરલાલ નહેરુ પર સાધ્યુ નિશાન, કહ્યુ - 'એક વ્યક્તિના કારણે ન ઉકેલાયો કાશ્મીરનો મુદ્દો'
પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ.
ભરુચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ભરુચ અને જામમગરમાં ઘણા પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ. પ્રધાનમંત્રીએ આ દરમિયાન નહેરુનુ નામ લીધા વિના કહ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ અન્ય રજવાડાઓના વિલયના મુદ્દાઓને ઉકેલી દીધા પરંતુ કાશ્મીરનો મુદ્દો 'એક વ્યક્તિ'ના કારણે ઉકેલાઈ શકાયો નહિ અને તે વણઉકેલાયેલો રહી ગયો.

'એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની જવાબદારી...'
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે, 'સરદાર પટેલ સાહેબ બધા રજવાડાઓને ભારતમાં વિલય કરાવવામાં સફળ રહ્યા હતા પરંતુ એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની બધી જવાબદારી સંભાળી હતી જે સફળ થઈ શકી નહિ.' પીએમ મોદીએ આગળ કહ્યુ કે અમે કાશ્મીરના મુદ્દાને એ રીતે જ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો જે કોશિશથી સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રજવાડાઓનો વિલય હિંદુસ્તાનમાં કરાવ્યો હતો. પીએમે કહ્યુ કે અમે સરદાર પટેલના જ પગલે ચાલીએ છીએ.
|
જામનગરમાં પીએમ મોદીએ બતાવ્યો જલવો
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભરુચની સભા બાદ પીએમ મોદી જામનગર ગયા જ્યાં રસ્તામાં તેમના સમર્થકોને જોઈને તેમણે પોતાના કાફલો રોકી દીધો અને રસ્તા પર જોઈને લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ એક વ્યક્તિને ઑટોગ્રાફ પણ આપ્યો. વાસ્તવમાં પીએમ મોદીને એ વ્યક્તિએ આ દરમિયાન એક ફોટો પણ ભેટમાં આપ્યો જેમાં પીએમ મોદીની મા પણ છે.

જામનગર અને ભરુચને મળી આ ભેટ
જામનગર પહોંચીને પીએમ મોદી લગભગ 1450 કરોડ રૂપિયાની સિંચાઈ, વિજળી, જળાપૂર્તિ અને શહેરી ઢાંડા સાથે જોડાયેલી પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પહેલા પ્રધાનમંત્રીએ ભરુચમાં પહેલા બલ્ક ડ્રગ પાર્ક જનતાને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ દરમિયાન કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા અનેક પ્લાન્ટનુ પણ લોકાર્પણ કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
