Narendra Modi Mother passes away: પીએમ મોદીના માતા હીરાબેન મોદીનુ 100 વર્ષની ઉમરે નિધન
પીએમ મોદીના માતા હીરાબેન મોદીનુ નિધન થઈ ગયુ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું નિધન થયું છે. હીરાબેનની તબિયત લથડતાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પણ માતાને મળવા અમદાવાદની હોસ્પિટલમાં ગયા હતા. હીરાબેન મોદી 100 વર્ષના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માતાના નિધનની જાણકારી આપી છે.

PM મોદીએ ટ્વીટમાં લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. "
વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અનેક પોસ્ટ લખીને પોતાની માતાને યાદ કરી. તેમણે હૉસ્પિટલમાં તેમની માતા સાથેની છેલ્લી મુલાકાતને પણ યાદ કરી. PMએ લખ્યું, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી અવારનવાર તેમની માતાને મળવા ગુજરાત જતા હતા. પીએમ મોદીની તેમની માતા સાથે મુલાકાતની તસવીરો અવારનવાર સામે આવતી હતી, જેમાં બંને વચ્ચેનો સ્નેહ જોવા મળતો હતો.
માતાના નિધન બાદ PM મોદી આજે સવારે 7.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ તેમના ભાઈના ઘરે પહોંચશે જ્યાં હીરાબેન રહેતા હતા. અહીં હીરાબેનનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 2012માં હીરાબેને કહ્યુ હતુ કે જો તેઓ ગુજરાત ચૂંટણી જીતશે તો તેઓ વડાપ્રધાન પણ બનશે.
ભાજપના નેતા શાહનવાઝ હુસેને કહ્યુ કે માણસ ગમે તેટલો મોટો કેમ ન હોય પણ માતા હંમેશા માતા જ હોય છે. તેમનુ નિધન ખૂબ જ દુઃખદ છે. પીએમ જ્યારે પણ રાત-દિવસ સેવા બાદ અમદાવાદ જતા ત્યારે માતાના આશીર્વાદ લેતા હતા. પીએમ માટે આ દુઃખદ સમાચાર છે. તે પીએમ મોદીની મોટી તાકાત હતી. હીરાબેને 100 વર્ષ પૂરા કર્યા, તેઓ PMની મોટી તાકાત હતા, તેમના માથે માતાના આશીર્વાદ હતા.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
