વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટરમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી
ડિફેન્સ એક્સપો 2022 અંતર્ગત ગાંધીનગરના હેલીપેડ એક્ઝીબિશન સેન્ટર ખાતે સંરક્ષણ ક્ષેત્રના વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જેમાં મુંબઈની પેરાલેક્સ લેબ્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલુ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્
ડિફેન્સ એક્સપો 2022 અંતર્ગત ગાંધીનગરના હેલીપેડ એક્ઝીબિશન સેન્ટર ખાતે સંરક્ષણ ક્ષેત્રના વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જેમાં મુંબઈની પેરાલેક્સ લેબ્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલુ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક્ઝીબિશનના ઉદઘાટન બાદ આ સિમ્યુલેટરમાં બેસીને વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી હતી. વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર ઉપયોગ પાયલોટ્સને ટ્રેનિંગ આપવા માટે થાય છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારનું સિમ્યુલેટર વિદેશથી આયાત કરવામાં આવતું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 100 થી 150 કરોડ થતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનથી પ્રેરિત થઈને પેરાલેક્સ લેબ્સ દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર તૈયાર કરાયું છે જે ભારતમાં તૈયાર થયેલું સૌ પ્રથમ વર્ચ્યુઅલી રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર છે. આ ફ્લાઇટ સિમ્યુલેટર અંદાજિત રૂ. 1 થી 1.5 કરોડમાં તૈયાર થાય છે.
આ સિમ્યુલેટરના બધા જ પાર્ટસ ભારતમાં નિર્માણ પામ્યા છે. આ વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટરમાં વિવિધ 10 થી 12 પ્રકારના વાતાવરણની સ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. જેમાં થન્ડરસ્ટ્રોમ, રેઈની, ક્લાઉડી ઉપરાંત એન્જિન ફેઈલ જેવી કપરી પરિસ્થિતિની તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન પાયલટ આ પરિસ્થિતિનો વર્ચ્યુઅલ અનુભવ કરી શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
