ગુજરાતમાં તૂટી શકે છે ભાજપનું ‘ફરીથી 26'નું સપનુ, અપાયા માઈક્રો પ્લાનિંગના નિર્દેશ

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી 26 સીટો જીતવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ તાલ તો લગાવી ચૂક્યા છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગણતરીએ આ સપનુ પૂરુ થવુ મુશ્કેલ છે.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી 26 સીટો જીતવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ તાલ તો લગાવી ચૂક્યા છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગણતરીએ આ સપનુ પૂરુ થવુ મુશ્કેલ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને એ સીટો પર વધુ મહેનત કરવા માટે કહ્યુ છે જ્યાં પાર્ટીના ઉમેદવારોની જીત માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત પહોંચેલા મોદીએ મતદારોનો મૂડ ભાપ્યો

ગુજરાત પહોંચેલા મોદીએ મતદારોનો મૂડ ભાપ્યો

બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી ગુજરાતમાં મતદારોનો મૂડ જોઈ રહ્યા છે અને તેમણે રાજ્યના નેતાઓને નિર્દેશ આપ્યા છે કે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ત્યાં જનસભાઓ આયોજિત કરવી જોઈએ જ્યાં સ્થિતિ વિપરીત થઈ શકે છે. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદે ગુજરાતની બધી સીટોનું સર્વેક્ષણ કર્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બધી લોકસભા સીટો જીતવા માટે ગાંધીનગર ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. રાજભવનમાં રાત્રિ નિવાસ દરમિયાન મોદીને મળવા ગયેલા મુખ્યમંત્રી સહિત ઘણા પ્રદેશ નેતાઓએ સીટોની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી.

‘કોંગ્રેસ ગુજરાતમાં 5થી 7 સીટો માટે મજબૂત દાવેદાર'

‘કોંગ્રેસ ગુજરાતમાં 5થી 7 સીટો માટે મજબૂત દાવેદાર'

2019 લોકસભા ચૂંટણીમાં એક એક સીટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે મહત્વપૂર્ણ છે. દેશમાં મહાગઠબંધનને જોતા મોદી ચિંતિત છે જ્યાં સીટો ઘટવાના અણસાર છે ત્યાં બીજા રાજ્યથી વધુ સીટો મળવી જોઈએ. ભાજપમાં ઘણા સ્ટાર પ્રચારક છે પરંતુ મોદી જેવા પ્રચારક પાર્ટીને મળ્યા નથી. એકલા મોદી બધી જગ્યાએ જનસભાઓ કરી રહ્યા છે. ભાજપના આંતરિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં 5 થી 7 સીટો માટે મજબૂત દાવેદાર છે પરંતુ તે એ સીટો પર મતદાનના દિવસે માઈક્રો પ્લાનિંગ બનાવશે તો ભાજપના આ ઉમેદવાર માટે જીતની આશા રાખી શકાય છે.

ગુજરાતમાં ભાજપના 13 ઉમેદવારોની જીત પાક્કી

ગુજરાતમાં ભાજપના 13 ઉમેદવારોની જીત પાક્કી

ભાજપના સર્વેક્ષણ અનુસાર પાર્ટીના 13 ઉમેદવારોની જીત નિશ્ચિત છે. આ સીટો કોંગ્રેસના સર્વેમાં પણ ભાજપને આપવામાં આવી છે. ભાજપ માટે ખરાબ સીટોમાં આણંદ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, બારડોલી, વલસાડ, સુરેન્દ્રનગર અને પોરબંદર શામેલ છે. સ્થાનિક નેતાઓએ મોદીને ભાજપ અને કોંગ્રેસના સર્વેક્ષણની માહિતી આપી છે.

‘ભાજપે ખૂબ મહેનત કરવી પડશે'

‘ભાજપે ખૂબ મહેનત કરવી પડશે'

પાર્ટીના આંતરિક સર્વેક્ષણ અનુસાર ભાજપના ઉમેદવાર ગાંધીનગર, અમદાવાર પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત અને નવસારીમાં મોટાભાગની સીટો મેળવી શકે છે. પાર્ટી નેતાઓ સાથે એક સમીક્ષામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકોમાં મંતવ્ય આપ્યુ કે ભાજપે ખૂબ મહેનત કરવી પડશે. મોદીએ ઓમ માથુર સાથે જે ચર્ચા કરી છે કે અનુસાર કોંગ્રેસને ગુજરાતમાં 2 કે 3 સીટો મળી શકે છે. કોંગ્રેસને આનાથી વધુ સીટો નહિ મળી શકે. માથુરના મત અનુસાર કોંગ્રેસ અમરેલી, જૂનાગઢ અને આણંદ કે પોરબંદર સીટો લાભાન્વિત થઈ શકે છે. એટલા માટે સૂચન કર્યુ છે કે આ વિસ્તારોમાં સૂક્ષ્મ આયોજનની જરૂર છે.

વિવિધ ટીવી ચેનલોના સર્વેક્ષણને પણ ધ્યાનમાં રાખ્યા

વિવિધ ટીવી ચેનલોના સર્વેક્ષણને પણ ધ્યાનમાં રાખ્યા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની 26 લોકસભા સીટોના ચૂંટણી પ્રચાર માટે એક વાર ફરીથી ગુજરાત પાછા આવવાના છે તો તે રાજ્યના નેતાઓ સાથે બધી સીટોની સમીક્ષા કરશે. જો કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું કહેવુ છે કે ભાજપ એક વાર ફરીથી ગુજરાતમાં 26 સીટો જીતશે. મોદીની સમીક્ષા બેઠકમાં રાજ્ય અને સેન્ટ્રલ આઈબીના રિપોર્ટ અને વિવિધ ટીવી ચેનલોના સર્વેક્ષણ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મહત્વૂપૂર્ણ વાત એ છે કે ભાજપની સમીક્ષા બેઠકમાં ભાજપના 26 ઉમેદવારો અને તેમની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાઈકમાન્ડે કોંગ્રેસ છોડનારા પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ જે ભાજપ સાથે જોડાયા છે તેમના માટે પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યુ છે કે એ બધાને ભારે મતદાન માટે કોશિશ કરવાની સૂચના આપવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X