વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: મોદીના ભાષણથી સૌ મંત્રમુગ્ધ
ગાંધીનગર, 11 જાન્યુઆરી: ગાંધીનગરમાં 7માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજથી પ્રારંભ થઇ ગયો. આ સમ્મેલનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સમ્મેલનમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન અને અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરીએ પણ વિશેષ હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો:
વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, સમ્મેલનમાં આવનારા તમામ લોકોનું સ્વાગત છે. સંપૂર્ણ દુનિયામાં આતંકવાદ વધી રહ્યો છે. દુનિયામાં આતંકવાદ સૌથી મોટો ખતરો છે. મુશ્લેલીના આ સમયમાં આપણે ફ્રાંસના લોકોની સાથે છીએ. ભારત સંપૂર્ણ દુનિયાને પરિવાર માને છે. દુનિયાના 100 દેશ આ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. 100થી વધારે દેશ એક છત નીચે છે. અત્રે અમે સૌ એક પરિવારની જેમ છીએ. અમે સૌ સારી જિંદગી જીવવા માંગીએ છીએ. આર્થિક મંદી દુનિયાની ચિંતાનો વિષય છે. આ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત મીટિંગ ઓફ હર્ટ છે. દુનિયાના લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂરીયાત છે. યોગને ગ્લોબલ બનાવવા માટે બાન કી મૂનને ધન્યવાદ.

ભારતની પાસે દુનિયાની ઘણી સમસ્યાઓના સમાધાન છે. અમે જે પણ કરીશું ભારતની સંસ્કૃતિ અનુસાર થશે. મારી સરકાર સામાજિક માળખાને બદલવાની કોશિશમાં છે. 30 વર્ષ બાદ જનતાએ એક પાર્ટીને બહુમત આપ્યું છે અમે દેશની સહભાગીતાથી આગળ વધવા માગીએ છીએ. અમે પહેલા દિવસથી આર્થિક પરિસ્થિતિઓ ઠીક કરવામાં લાગ્યા છીએ. ગ્લોબલ રિસોર્સને લઇને કામ કરવું પડશે. અમને દરેક ક્ષેત્રમાં મજબૂત બનવું પડશે.
અમે પરિવર્તનના માર્ગે ચાલી રહ્યા છીએ. 2030 સુધી ભારત દુનિયાનું 5મું નિર્યાતક દેશ બનશે. એચએસબીસીએ અમને સૌથી મોટા નિર્યાતક દેશ માન્યુ છે. અમે માત્ર જાહેરાતો નથી કરતા, તેની પર કામ પણ કરી રહ્યા છીએ. વડાપ્રધાન જનધન યોજના હેઠળ 100 દિવસમાં 10 કરોડ ખાતા ખુલ્યા. અમે નીતિ આયોગ દ્વારા કોપરેટિવ ફેડરલિઝમ લાવવા ઇચ્છીએ છીએ. અમે સ્માર્ટ સિટી બનાવવાની કોશીશ કરી રહ્યા છીએ. અમે રક્ષામાં 49 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે. હાઇવેની સાથે આઇવેની પણ જરૂરીયાત છે.
દેશમાં સિંગલ વિંડો મંજૂરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રોજગાર અમારી પ્રાથમિકતા છે. દેશમાં નિર્માણનું સ્તર વધારીશું. બંદરોનું આધુનિકરણ કરવામાં આવશે. ભારતની પાસે 3ડી છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાંડ છે. લોકો પૂછે છે મોદીજી બધી જ વસ્તુઓને હાઇપ કેમ આપે છે, હું કહું છું કે હાઇપ કરવાથી સરકાર યોગ્ય રીતે કામ કરે છે, તેની જવાબદારી વધી જાય છે. અમારે ઘણા સપનાઓને પૂરા કરવાના છે.
ભારતમાં 65 ટકા લોકોની વસ્તી 35 વર્ષથી નીચેની છે. અમે શ્રમ સુધારોને પણ પ્રોત્સાહન આપ્યુ છે. અમારી સરકારે સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય બનાવ્યું છે. આધુનિક સુવિધાઓને ગામો સુધી પહોંચાડવાનું પણ લક્ષ્ય છે. વિકાસની પ્રક્રિયાથી સામાન્ય વ્યક્તિને ફાયદો મળવો જોઇએ. કૃષિ આધારિત ઉત્પાદનો પર ભાર આપવો પડશે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આપ એક પગલું વધારશો તો અમે બે પગલા આગળ વધારીશું.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
