Gujarat Election: નગર નિગમની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, PM મોદીએ કહ્યુ - થેંક્યુ ગુજરાત
જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો ભાજપ પર ભરોસો કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.
PM Modi on Municipal Election Result: ગુજરાતની જનતાએ એક વાર ફરીથી ચૂંટણીમાં ભાજપ પર પોતાનો અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. નગર નિગમની ચૂંટણીમાં ભાજપે એક વાર ફરીથી શાનદાર પ્રદર્શન કરીને જામનગર, રાજકોટ, વડોદરા અને ભાવનગર નગર નિગમમાં બહુમત મેળવ્યો છે જ્યારે સુરત અને અમદાવાદમાં બહુમત પાસે પહોંચી ગઈ છે. ગુજરાતમાં રવિવારે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓ માટે મતદાન થયુ હતુ. જેના પરિણામ આવી ચૂક્યા છે. વળી, આ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો ભાજપ પર ભરોસો કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ગુજરાત નગર નિગમ ચૂંટણીના પરિણામો માટે ટ્વિટ કરીને ભાજપની જીત માટે જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યુ કે આભાર ગુજરાત. રાજ્યભરમાં નગરપાલિકા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ રીતે લોકોમાં વિકાસ અને સુશાસનની રાજનીતિ પ્રત્યે અતૂટ વિશ્વાસ દર્શાવે છે. ભાજપ ફરીથી ભરોસો કરવા માટે માટે રાજ્યની જનતાનો આભારી છુ. હંમેશા ગુજરાતની સેવા કરવા માટે સમ્માન.
સાથે જ પીએમ મોદીએ કહ્યુ કે આખા ગુજરાત માટે આજની જીત બહુ ખાસ છે. એવી પાર્ટી માટે જે રાજ્યમાં 2 દશકથી વધુ સમયથી એવી અભૂતપૂર્વ જીત નોંધાવી રહી છે. સમાજના બધા વર્ગો, ખાસ કરીને ભાજપ પ્રત્યે ગુજરાતના યુવાઓના વ્યાપક સમર્થનને જોઈને ખુશી થઈ. તમને જણાવી દઈએ કે ભાજપે સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં લગભગ 84 ટકા સીટો જીતી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં બહુ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં માત્ર 44 સીટો જીતી જ્યારે ભાજપે એકલા ભાવનગર નગર નિગમમાં 44 સીટો જીતી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
