Heeraba Health Update: હીરાબાની તબિયત હવે કેવી છે, ક્યારે મળશે ડિસ્ચાર્જ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા હાલમાં હૉસ્પિટલમાં ભરતી છે. જાણો તેમની હેલ્થ અપડેટ વિશે.
Heeraben Modi Health Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મા હીરાબેનની તબિયત હવે સુધારા પર છે. તેઓ અમદાવાદની યુએન હૉસ્પિટલમાં ભરતી છે અને બે દિવસમાં તેમને ડિસ્ચાર્જ મળી જશે. પીએમ મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યુ કે હીરાબાને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી.
તમને જણાવી દઈએ કે બુધવારે 28 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગે પીએમ મોદીના માતા હીરાબાને અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઑફ કાર્ડિયોલૉજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાની બિમાર માને જોવા માટે હૉસ્પિટલ ગયા હતા.

બે દિવસમાં હીરાબાને આપશે ડિસ્ચાર્જ
ગુજરાત સરકારે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં પહેલાથી જ સુધારો થયો છે અને તેમની તબિયત સારી છે. તેમને બે દિવસમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે એક પ્રેસનોટમાં જણાવ્યુ હતુ કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત સારી છે. તેઓ ઝડપથી સુધરી રહ્યા છે. તેમને એક-બે દિવસમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે. ગઈકાલે રાત્રે મૌખિક આહાર આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે.'

પીએમ મોદીના મોટાભાઈ છે હૉસ્પિટલમાં
ઈન્ડિયા ટીવીના રિપોર્ટર મુજબ પીએમ નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી અને પંકજ મોદી ગઈકાલથી અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં હાજર છે. પીએમ મોદીની માતા સ્પેશિયલ વોર્ડ અને આઈસોલેશનમાં છે કારણ કે કોઈને તેમને સતત મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. કોવિડની નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

મોટાભાઈએ શું આપી હેલ્થ અપડેટ
હૉસ્પિટલ તરફથી આપવામાં આવેલ પ્રેસનોટ મુજબ 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ હૉસ્પિટલના પ્રવક્તાએ માહિતી આપી છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને ગઈકાલે યુએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર છે.'

પીએમ મોદી ગયા હતા માને મળવા અમદાવાદ
પીએમ મોદી ગઈકાલે અમદાવાદમાં તેમની બીમાર માતાને જોવા હોસ્પિટલ ગયા હતા. પીએમ મોદી ઉપરાંત ગુજરાતના ભાજપના ધારાસભ્યો દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદીની માતાની તબિયતના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
