ગુજરાતમાં પીએમ મોદીએ ત્રીજી બટાટા સંમેલનને સંબોધિત કરી
ગુજરાતમાં પીએમ મોદીએ ત્રીજી બટાટા સંમેલનને સંબોધિત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે ત્રીજીવાર વિશ્વ બટાટા સંમેલનને રિમોટ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહ્યા છે. આ દરમ્યાન PMમોદીએ બટાકાને અનુલંક્ષી વ્યાપાર ઉદ્યોગ તેમજ વિવિધ રીતે ઉન્નતિ થાય તે માટે એક યોગ્ય દિશા પુરી પાડશે તેમજ દર 10 વર્ષેના અંતરે વિવિધ ઉપલબ્ધીઓને લઇ બટાટાને લગતા દરેક ક્ષેત્રમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. છેલ્લા બે દાયકાઓમાં 1999 અને 2008 દરમ્યાન 10 વિશ્વ બટાટા પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ એગ્રીએક્સપો 28 થી 30 જાન્યુઆરી 2020 સુધી યોજવામાં આવશે. તે બટાટા આધારિત ઉદ્યોગો અને વેપારની સ્થિતિ, પ્રક્રિયા, બીજવાળા બટાટાનું ઉત્પાદન, બાયોટેકનોલોજી, તકનીકી સ્થાનાંતરણમાં જાહેર-ખાનગી ભાગીદારી અને ખેડૂત સંબંધિત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, પાછલા 2 દશકામાં ગુજરાત બટાટાના ઉત્પાદન અને નિકાસનું કેન્દ્ર બન્યું છે. પાછલા દશકામાં ભારતે બટાટાનું ઉત્પાદન 20 ટકા વધાર્યું, જ્યારે ગુજરાતમાં આ ઉત્પાદન 170 ટકા વધ્યું છે. વધુમાં આ સમેલ્લનમાં બટાટા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લગતા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં અમુક પરિસ્થિતિઓને આધિન શુ પગલા લેવા તેનું યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવશે. બટાટાને અનુલક્ષી વિવિધ દેશોના ભાગીદારોને બહાર લાવવાની અનોખી પહેલ છે. દેશમાં બટાટાના ઉત્પાદન માટે ગુજરાત મોખરે છે અને મોટા પાયે બટાટાની ઉપજ થાય છે.
ભારતમાં બટાટાના ખેતીલક્ષી વિસ્તારોમાં 19 ટકાનો વધારો થયો છે. છેલ્લા 11 વર્ષની વાત કરવામાં આવે તો લગભગ 170 ટન વિસ્તાર (2006-07માં 49.7 હજાર હેક્ટરથી વધીને 2017-18માં 133 હજાર હેક્ટર) 30 ટન હેક્ટરથી અધીક ઉત્પાદન સાથે ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં આ ખેતી આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં પાણીનો છંટકાવ અને ફુવારા પદ્ધતિનો સમાવેશ થાય છે.રાજ્યમાં બટાટા સંગ્રહ માટે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજો આવેલા છે જ્યાં બટાટાને સારી સુવિધાઓથી સંગ્રહીત કરવામાં આવે છે. તેમજ બટાકાની પ્રક્રીયા માટે ગુજરાત એક ઉદ્યોગ કેન્દ્ર પણ બની ગયું છે. ઉપરાંત મોટાભાગના બટાટાનો નિકાસ ગુજરાત આધારિત છે અને દેશમાં આ એક એવું રાજ્ય છે કે જ્યાં દેશનું બટાટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાતમાં ત્રીજી વિશ્વ બટાટા સંમ્મેલનનું આયોજન કર્યું છે.
મહત્વનું છે કે ભારતીય બટાટા એસોસિએશન (આઈપીએ) દ્વારા ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટર પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને આંતરરાષ્ટ્રીય પોટેટો સેન્ટર (સીઆઈપી), લિમા, પેરુના સહયોગથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
-
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર







Click it and Unblock the Notifications
