શિયાળ ગામે 15 જાન્યુઆરીએ પીએમ- જનમન અભિયાન કાર્યક્રમ યોજાશે
વડાપ્રધાન મોદી દ્વારા ગત વર્ષે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતીના દિવસે પીએમ જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદીવાસી ન્યાય મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
પીએમ- જનમનનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિના અતિ પછાત (PVTG) સમુદાયના લોકોને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે. અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે બાવળા, વિરમગામ અને ધંધુકા તાલુકાના ગામોમાં અંદાજીત 17000 જેટલા પઢાર જાતિના લોકો વસવાટ કરે છે.

અમદાવાદ જિલ્લામાં પીએમ જનમન અંતર્ગત PVTG સમુદાય (પઢાર જાતિ)ની વસ્તી ધરાવતા દુર્ગી, દેવડથલ, શિયાળ અને શાહપુર ગામે 1 થી 3 જાન્યુઆરી દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે પીએમ જનમન શરૂ થયું ત્યારથી અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી વિવિધ યોજનાઓ પૈકી આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પી.ૉએમ કિસાન સન્માન નીધી, પીએમ જનધન યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જાતિ પ્રમાણપત્ર, રાશન કાર્ડ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) જેવી યોજનાઓમાં અંદાજીત 4000 જેટલા લોકોને લાભ આપવામાં આવ્યાં છે.
15 જાન્યુઆરીના રોજ પીએમ- જનમન અંતર્ગત જિલ્લા કક્ષાનો વડાપ્રધાનશ્રી દ્વારા સંવાદ કાર્યક્રમ બાવળાના શિયાળ ગામે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં સરકારી વિભાગોના વિવિધ યોજનાકિય માહિતી અને લાભો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને યોજાશે. આ ઉપરાંત સંસદસભ્યો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
