સરકાર અને જનતા વચ્ચેના સંબંધસેતુને વધુ મજબૂત કરવાનું કાર્ય કરતો સ્વાગત કાર્યક્રમ
ગાંધીનગરની કલેકટર કચેરીએ આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોએ પોતાનાં પ્રશ્નોના સમાધાન માટે ભાગ લીધો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા ઉઠાવેલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરાયું હતું. છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના સંબંધસેતુને વધુ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. સ્વાગત કાર્યક્રમને કારણે હકારાત્મક ઉકેલ મેળવનાર અરજકર્તાઓના મુખે સ્વાગત કાર્યક્રમ અંગેનો અભિપ્રાય કંઇક આમ હતા.

ગાંધીનગરના કુડાસણની ગ્રીન પાર્ક કોમ. એન્ડ હાઉસીંગ કો. ઓપ. લિ સોસાયટીમાં રહેતા એમ. પી. મહેતાને તેમની સોસાયટીના રસ્તાની બાજુમાં બનાવેલા પગથિયાને પ્રશાસન દ્વારા તોડવા અંગે ફરિયાદ હતી. સદર રસ્તા પરના પગથિયાં ન તોડવા અને તેને યથાસ્થિતિ રાખવા બાબતે તેઓ તંત્રને રજૂઆત કરી હતી. બાદમાં તેઓ તેમના પ્રશ્નની રજૂઆત લઈને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવ્યા. એમ. પી. મહેતા જણાવે છે કે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં કલેકટર અને સંબધિત અધિકારીઓએ એમની રજૂઆત સાંભળી હતી અને બાંઘકામ નિયમિત કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ગાંધીનગરના છાલા ગામના રહેવાસી હરિભાઇ કરશનભાઇ ચૌધરી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગામના એક જાગૃત નાગરિક તરીકે તેમના ગામમાં આવેલી હાથમતી નદી પરની કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટે તેમજ છાલા ગામના તળાવને નર્મદાના પાણીથી ભરવા માટે રજૂઆત કરી હતી. કલેકટરે તેમના પ્રશ્નને ધ્યાનપૂર્વક સાંભળીને સદર કેનાલના કામને પૂર્ણ કરવાના પ્રશ્નના ઉકેલ માટે એક મહિનાનો સમય આપ્યો છે. કલેકટર દ્વારા બહુ જ વ્યવસ્થિત અને સરળતાથી વાત સાંભળવા બદલ હરિભાઇ ખુશ થતાં જણાવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલો સ્વગત કાર્યક્રમ ખૂબ સારો છે.
ગાંધીનગરના કોટેશ્વર ગામના રહીશ ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલ તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડના હક ચોકસાઇના પ્રશ્નની રજૂઆત માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હરગોવનભાઈ જણાવે છે કે કલેકટર દ્વારા તેમના પ્રશ્નને શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યો અને પ્રોપર્ટીકાર્ડના હક મળે તે માટે સંબધિત જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીને આદેશ કર્યો છે. સ્વાગત કાર્યક્રમથી તેમના પ્રશ્નના સુખદ નિરાકરણથી તેઓ સરકારનો આભાર માને છે.
ગાંધીનગરના રાયસણ ગામમાં રહેતા રૂપલબેન બારોટના પતિ કોરોનાકાળમાં અવસાન પામ્યા હતા. આ માટે રૂપલબેન દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનું વળતર મેળવવા માટે અરજી કરી હતી પણ વળતર મળ્યું ન હતું. તેઓ તેમનો પ્રશ્ન લઈને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવ્યા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેકટરશ્રીએ તેમના પ્રશ્નને સાંભળીને ૧૫ દિવસમાં વીમાનું વળતર મળી જશે તે માટેની બાહેંધરી આપી હતી. પ્રશ્નના સુખદ નિરાકરણથી ખુશ થઈને રૂપલબેન જણાવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલા સ્વાગત કાર્યક્રમથી દરેકના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
