તસ્વીરો: ગુજરાતમાં ભડકી હિંસા લગાવ્યો કર્ફ્યું, આંદોલનની આખી કહાની
ગુજરાતમાં પટેલ આંદોલન ના નામ પર હાર્દિક પટેલે જે આદોલન ચાલુ કર્યું હતું તે હવે દિવસે ને દિવસે મોટું સ્વરૂપ લઇ રહ્યું છે. આ આંદોલનનો હજુ સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી પરતું દિવસે ને દિવસે આંદોલન હિંસક બનતું જઈ રહ્યું છે.
પાટીદાર અને સરકાર બંનેમાંથી કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી ગઈકાલ ના પાટીદાર ના જેલ ભરો આંદોલન હિંસક બન્યું હતું. રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમને મંજૂરી નહતી મળી પણ તેમ છતાં મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા પહોંચ્યા હતા. કન્વીનર લાલજી પટેલ ઇજાગ્રસ્ત થતા લોકોનો આક્રોશ વધ્યો હતો.
ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ ના કાર્યાલયમાં પટેલોએ ખુબ જ તોડફોડ કરી હતી અને 3 બાઈકને આગ ચાંપી હતી. હિંસા ભડક્યા બાદ આખા મહેસાણામાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો હતો.
તો જુઓ ગુજરાતમાં થયેલા હિંસાની તસ્વીરો..

પટેલ આંદોલન
હાર્દિક પટેલ ને જેલ માં થી બહાર ના આવવા દેતા પટેલો એ જેલ ભરો આંદોલન ચલાવ્યું.

પટેલ આંદોલન
આ આદોલન મહેસાણામાં રાખવા માં આવ્યું હતું. પરંતુ સરકાર તરફથી આ આદોલનને કોઈ જ મંજુરી આપવામાં આવી ના હતી અને ફરી એક વાર પોલીસ અને પાટીદારો આમને સામને આવ્યા હતા.

પટેલ આંદોલન
આદોલન દરમિયાન કન્વીનર લાલજી પટેલને ગંભીર ઈજા પહોચી હતી જેનાથી મામલો વધારે હિંસક બન્યો. મહેસાણામાં તરત જ નેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

પટેલ આંદોલન
એસપીજીએ સોમવારે ગુજરાત બંધનું એલાન કર્યું છે. વધુમાં લાલજી પટેલે પોલીસને પોતાની ઇજા માટે જવાબદાર ગણાવ્યા છે.

પટેલ આંદોલન
ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ ના કાર્યાલયમાં પટેલોએ ખુબ જ તોડફોડ કરી હતી અને 3 બાઈકને આગ ચાંપી હતી.

પટેલ આંદોલન
પોલીસે અત્યાર સુધીમાં 435 લોકોની ધરપકડ કરી છે.

પટેલ આંદોલન
પોલિસે પણ સુરત અને મહેસાણામાં સ્થિતી પર કાબુ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

પટેલ આંદોલન
નીતિન પટેલે પાટીદારોને શાંતિ બનાવી રાખવા માટેની અપીલ કરી છે.

પટેલ આંદોલન
મુખ્યમંત્રી આનંદી બેન આ મામલે કહ્યું છે "આવા આંદોલન તો ચાલ્યા કરે અને તો લોકોની સેવા કરવાનું અમારું કામ કરતા રહીશું"

પટેલ આંદોલન
મામલાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસ ના સેલ પણ છોડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
