બે દિવસ યોજાનાર સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર નિષ્ણાંતો અપાશે માર્ગદર્શન
બે દિવસીય સંસદીય કાર્યશાળાનું લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાના હસ્તે થશે ઉદ્ઘાટન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળ ના સભ્યો રહેશે ઉપસ્થિત
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૫ અને ૧૬મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય "સંસદીય કાર્યશાળા"નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે. જ્યારે તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે. આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અતિથી વિશેષ પદે યોજાશે.

સંસદીય કાર્યશાળાના આયોજન ની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.
ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યઓ, સંસદસભ્યો, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
