જાણો તમારા ઉમેદવારને: રાપરથી ભાજપના પંકજભાઈ મહેતા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાપર સીટ પરથી ભાજપના પંકજભાઈ મહેતાને ટિકિટ આપવામાં આવી છે. પંકજભાઈ મહેતા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રાપર વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે પંકજભાઈ મહેતાની પસંદગી કરવામાં આવી છે. તો પંકજભાઈ મહેતા વિષે થોડુ જાણીએ. પંકજભાઈ મહેતાનો જન્મ કચ્છના રાપર તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ અનુપચંદ નામજી મહેતા હતું. પંકજભાઈ આ પહેલા વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.

myneta. in પરથી મળતી માહિતી અનુસાર, 46 વર્ષની પંકજભાઈ મહેતાએ 7માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમની પત્નીનું નામ જિજ્ઞાબેન છે. તેમના વ્યવસાયની વાત કરવામાં આવે તો તેઓ બિલ્ડરનું કામ કરે છે. તેમને એક પુત્ર છે. 2012માં તેમણે પોતાની સંપત્તિ લગભગ 4 કરોડ જેટલી જણાવી હતી. તેમના પર કોઈ પણ ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
