Pahalgam terrorist attack : કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માટે મોટા સમાચાર, તમામ પ્રવાસીઓ સલામત સ્થળે ખસેડાયા
Pahalgam terrorist attack : કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે ગુજરાતના હજારો પ્રવાસીઓના માટે ચિંતા જનક સ્થિતિ સર્જાઈ છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી હાલતમાં રાહત મળી છે.
અહેવાલો અનુસાર, હુમલામાં ત્રણ ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા માટે ઘણા નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે, જેમાં સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ અમિત શાહ જાતે જમ્મુ અને કાશ્મીર માટે રવાના થયા છે, જે થી તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય અને જરૂરી નિર્ણય લઈ શકાય.
પહેલગામ વિસ્તારમાં સુરક્ષા સંકટને પગલે તમામ માર્કેટ બંધ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓને હોટેલોમાં રહેવા સૂચના આપવામાં આવી છે અને બહાર ન નીકળવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરાઈ છે. પોલીસે તથા સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગુજરાતથી આવેલા પ્રવાસીઓને હાલ હોટેલમાં રહેવાની ભલામણ આપવામાં આવી છે. તેમના માટે ભોજનની મફત વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની કેટલીક ટુર ટ્રાવેલ કંપનીઓએ પહેલગામમાં બે સ્થળોએ ભોજનની વ્યવસ્થા કરી છે.
ટુર ઓપરેટરોએ પણ ત્વરિત પગલાં લેતા કેટલાક પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા છે. જે પ્રવાસીઓ પહેલગામ તરફ જઈ રહ્યા હતા તેમને રસ્તામાં જ ડાઇવર્ટ કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં આશરે 2000થી વધુ ગુજરાતીઓ કાશ્મીરમાં પ્રવાસે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે અને ટુર ઓપરેટર્સ સાથે મળીને તમામ પ્રવાસીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
જે લોકો આગામી દિવસોમાં કાશ્મીર પ્રવાસ માટે બુકિંગ કરાવી ચૂક્યા છે, તેમને પણ અન્ય સ્થળોએ મોકલવાની યોજના બનાવી દેવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય થાય ત્યાં સુધી પ્રવાસીઓના હિતમાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
