Pahalgam Terror Attack : પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના બે નાગરિકોના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના બે નાગરિકોના પવિત્ર પાર્થેવ દેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના લોકોએ ક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પાર્થિવ દેહોને અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસ પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ સમગ્ર પ્રક્રિયા મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારના વહીવટી તંત્ર અને કાશ્મીર વહીવટીતંત્ર વચ્ચે નિરંતર સંકલન સાથે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ દુઃખદ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત નજર રાખી રહ્યા છે. આતંકવાદીઓ દ્વારા હિન્દુ તીર્થયાત્રીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી આ નરાધમ હરકત સમગ્ર રાષ્ટ્ર માટે દુઃખદ અને પીડાદાયક છે.
જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલા આ હુમલામાં 26 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ગુજરાતના પણ ત્રણ લોકોના જીવ ગયા છે.
આ હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં આવી છે અને તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ કરાય છે. આ સિવાય ભારત સરકારે સિંધુ જળ સંધિ પર પણ રોક લગાવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
