લાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ
લાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ
અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કયા નેતાને રિપિટ કરવામાં આવશે અને કયા નેતાઓની ટિકિટ કપાશે તે જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા જાણવા મળી રહી છે. ત્યારે જણાવી દઈએ કે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીને આ વખતે ભાજપમાંથી ટિકિટ ન મળે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ 6 વર્ષથી ગાંધીનગર સીટનું પ્રતિનિધિત્વ કરનાર અડવાણીને વધતી ઉંમરનું કારણ આગળ ધપાવી ભાજપ સીટ પર સ્વૈચ્છિક રીતે દાવો ન કરવા માટે સંપર્ક કરી શકે છે.

જો એલકે અડવાણીને ગાંધીનગરમાંથી ડ્રોપ કરવામાં આવે તેમની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી શકે છે, જેઓ હાલ રાજ્યસભાના સભ્ય પણ છે. જો નરેન્દ્ર મોદી 2014ની ચૂંટણીની જેમ વડોદરા અને વારાણસીને બદલે માત્ર વારાણસી સીટ પરથી જ ચૂંટણી લડશે તો અમિત શાહ ગાંધીનગરની સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પાર્ટીનું માનવું છે કે 'મિશન 26' પાર પાડવા માટે મોદી અથવા શાહની ગુજરાતમાં હાજરી જરૂરી છે.
લાલ કૃષ્ણ અડવાણી ઉપરાંત ભાજપે ગુજરાતમાં એક તૃતિયાંશ રિપિટ કરવામાં નહિ આવે. જેમાં બૉલીવુડ એક્ટર પરેશ રાવલનો પણ સમાવેશ થાય છે જેઓ અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ છે અને પોતાની ટર્મ દરમિયાન પરેશ રાવલે ઉડીને આંખે વળગે તેવું કાંઈ કામ પણ નહોતું કર્યું જેથી તેમની ટિકિટ પણ કપાઈ શકે છે. ભાજપે કોને ટિકિટ આપવાથી અને કોનાં પત્તાં કાપવાંથી મિશન 26 પાર પાડી શકાય તે અંગે હોમવર્ક શરૂ કરી દીધું છે. વધુમાં પોરબંદરથી સાંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાની તબિયત ઠીક ન હોય તેમની પણ ટિકિટ કાપવામાં આવી શકે છે અને પૂર્વ મંત્રી મનસુખ વસાવા તથા હરિભાઈ ચૌધરીને પણ ડ્રોપ કરવામાં આવી શકે છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ ગયો છે અને જામનગરથી તેનું એકલાનું જ નામ સામે આવ્યું હોય આ સીટમાં ફાઈનલ મંજૂરી માટે પાર્ટી મોવડી મંડળ યાદી તૈયાર કરી રહ્યું છે. લોકસભાની ટિકિટ માટે 7 જેટલા રાજ્ય વિધાનસભાના સભ્યો પણ લડતા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરથી પૂર્વ સાંસદ સોમા પટેલ અને પોરબંદરથી લલિત વસોયાને સૌથી સંભવિત પસંદગી માનવામાં આવી રહી છે.
હાર્દિક જામનગરથી જીતી શકે તેવી રાહુલ ગાંધીને આશા છે, પણ એકરીતે જોઈએ તો હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર પણ સસ્પેન્સ ઉભુંને ઉભું જ છે. હાર્દિક પર આગચંપી અને રમખાણોનો કેસ થયો હોય આ મામલે તેને બે વર્ષની જેલ પણ થઈ હતી ત્યારે કોર્ટે ચુકાદા પર સ્ટે ન લગાવીને હાર્દિકને ચૂંટણી લડવા માટે મંજૂરી નહોતી આપી. જેથી હાર્દિક પટેલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને ચૂંટણી લડી શકે તે માટે ચુકાદા પર સ્ટે લગાવવાની માંગણી કરી હતી. પરંતુ જ્યારે આ મામલો જસ્ટિસ આરપી ધોલરિયાની પીઠ સમક્ષ આવ્યો ત્યારે જજે કહ્યું કે "મારી સામે નહિ." હાર્દિકના વકીલની વિનંતી પર આ મુદ્દાને આ મુદ્દાને તાત્કાલિક ધ્યાનમાં લેવા માટે રજિસ્ટ્રીને નિર્દેશિત કર્યા અને કાલ સુધીમાં બીજા કોઈ જજ સમક્ષ આ મુદ્દાને મુકવા કહ્યું.
આ પણ વાંચો- 24 માર્ચથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી પ્રચાર કરશે
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
