સાધ્વી જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ
સાધ્વી જયશ્રીગિરીની સામે કુલ 5 ફરિયાદો નોંધાઇ છે. જાણો સાધ્વીની કાળી કુંડળી વિષે વિગતવાર અહીં.
પાલનપુરના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગિરી સામે હાલ રોજ રોજ નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. 5 કરકોડના સોનાની છેતરપીંડીમાં જ્યાં સાધ્વી પર પ્રોહિબિશનના ગુનામાં કેસ ચાલી જ રહ્યો છે. ત્યાં જ તેમની પર અન્ય એક ફરિયાદ પણ નોંધાઇ છે. જે બાદ અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં જ સાધ્વી જયશ્રીગિરી સમક્ષ 5 અલગ અલગ ગુનામાં કેસ દાખલ થયો છે. નોંધનીય છે કે સાધ્વી પર છેતરપીંડીનો કેસ દાખલ થતા જ તેમને મુક્તેશ્વર મઠની બેઠક પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ આ તમામ કેસ પર હાલ તપાસ ચલાવી રહી છે.

વધુ એક ફરિયાદ
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે દર્શન જોષી નામના વ્યક્તિએ સાધ્વી જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ દોઢ વર્ષ પહેલાં સાધ્વી અને મળતીયાઓએ તેને ડરાવ્યો હતો. અને રિવોલ્વરની અણીએ પૈસા માંગી ધમકીઓ આપી પૈસા પડાવ્યા હતા. એટલું જ નહીં દર્શનને સાધ્વીના ત્રાસથી પાલનપુર છોડી મુંબઈ ભાગવું પડ્યું હતું.
બીજી ફરિયાદ
તો બીજી તરફ સાધ્વી સામે વડગામ પોલીસ મથકે પણ વધુ એક ફરિયાદ વ્યાજ ખોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ધાકધમકીથી 8.50 લાખ પડાવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં સાધ્વીના મળતીયાઓ દ્વારા કોરા ચેક અને બળજબરીથી સ્ટેમ્પ પર સહી કરાવી હતી પત્ની અને દીકરા ને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી. સાધ્વી જયશ્રી ગિરી અને ચિરાગ રાવલ વિરુદ્ધની આ ફરિયાદમાં સાધ્વી સામે કાયદાનો ગાળિયો કસાયો છે. નોંધનીય છે કે જિલ્લામાં સાધ્વી સામે 5 ગુના દાખલ થયા છે. સાધ્વી હાલ પ્રોહીબીશનના ગુના માં 2 દિવસના રિમાન્ડ પર છે.
પુછપરછ દરમિયાન ખુલાસા
નોંધનીય છે કે પોલીસ રિમાન્ડ દરમ્યામ સાધ્વીએ કર્યો ખુલાસો છે તેણે ન્યુ દાગીના જવેલર્સમાંથી 5 કરોડનું સોનુ ખરીદ્યું હતું. અને વધારાનું સોનુ ફરાર આરોપી દક્ષ પાસે છે. પોલીસે સાધ્વી પાસે મળેલા નાણાં મામલે IT ને પણ જાણ કરી છે. આયકર વિભાગ સિવાય સાધ્વી પાસે મળેલા નાણાંને લઈ મની લોન્ડરિંગ મામલે ED ને પણ કરવામાં જાણ કરવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં સાધ્વીના નાણાં મામલે ED પણ તપાસ કરી શકે છે.
સાધ્વીના ચેલાઓ
સાધ્વીના છેતરપિંડી મામલો ચિરાગને લઈ પોલીસ અમદાવાદ તપાસ અર્થે ગઇ હતી. સાધ્વી અને ચિરાગ 16 કિલો સોનુ લઇ અમદાવાદ પહોચ્યાં હતા, તે ઘટનાનું આખું રિરન્ટ્રક્શન પોલીસ હવે ચિરાગ પાસે કરાવશે. ચિરાગ રાવલ સાધ્વી કેસમાં પોલીસ માટે સૌથી મહત્વની કડી છે. નોંધનીય છે કે ચિરાગ સાધ્વીના અનેક ગુનાનો સાથીદાર અને સહયોગી રહ્યો છે. અને આ સિવાય અમદાવાદનો દક્ષ પરમાર, ગાંધીનગરનો ધર્મેન્દ્ર સિંહ ચાવડા જેવા સાધ્વીના અનેક સાગરિતો રહી ચૂક્યા છે. જેના નામ પોલિસ તપાસમાં એક પછી એક બહાર આવી રહ્યા છે.
વ્યાજખોરીના ધંધે માલામાલ
હાલ જે તપાસ પોલિસ દ્વારા કરવામાં આવી છે તે પરથી એક વાત સ્પષ્ટ થઇ છે કે સાધ્વી જયશ્રીગિરી અને તેમના સાગરિતો વ્યાજખોરીના ગોરખ ધંધો ચલાવી માલામાલ થઇ રહ્યા હતા. ત્યારે પોલિસ હાલ તો આ અંગે વધુ તપાસ કરી રહી છે પણ આવનારા દિવસોમાં આ અંગે વધુ ચોંકવનારા ખબરો આવી શકે તેમ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
