એક સપ્તાહમાં એક લાખ મુસ્લિમો ગુજરાત ભાજપમાં જોડાશે

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાએ પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો સદ્દભાવના સંદેશ દેશના બીજા રાજયોમાં લઇ જવા તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ભાજપ તરફે આકર્ષવા માટે લઘુમતિ સેલના સભ્યો એક ખાસ અભિયાન ચલાવશે.
ગુજરાતની 6 કરોડની વસ્તીમાં 80 લાખ મુસ્લિમો છે. ભાજપ લઘુમતિ મોરચાએ ગુજરાતમાં મુસ્લિમોની સભ્ય નોંધણી શરૂ પણ કરી દીધી છે. હવે આ સભ્યો બીજા રાજયોમાં જશે અને મોદી માટે મુસ્લિમ સમુદાયનો ટેકો મેળવશે. આગામી 25મી સપ્ટેમ્બર પહેલા લઘુમતિ મોરચો એક લાખથી વધુ મુસ્લિમોને ભાજપ સાથે જોડવા માંગે છે. આ માટેના અભિયાનની શરૂઆત આજથી થઇ છે. આ એક લાખ મુસ્લિમોને ગુજરાતમાંથી ભાજપમાં જોડવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ મહેબુબ અલી બાવાનો દાવો છે કે હાલ મુસ્લિમ સમુદાયના 40,000 પ્રાથમિક સભ્યો છે. અમારી પાસે 7000 સક્રિય સભ્યો અને વિવિધ સ્વરાજયની સંસ્થાઓમાં 245 ચૂંટાયેલા સભ્યો છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના ચૂંટાયેલા ભાજપના સભ્યો કોંગ્રેસ કરતા વધારે છે. તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ રમખાણો અને મુસ્લિમો અંગે ખોટો પ્રચાર કરે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો વિકાસ અને ગુજરાતમાં મુસ્લિમોની સમૃધ્ધિ અને સુરક્ષા-સલામતી અંગેની વાત દેશના બીજા ભાગો સુધી લઇ જવામાં આવશે.
ભાજપ પણ મુસ્લિમોને આકર્ષવા માટે એક વિઝન ડોકયુમેન્ટ પણ તૈયાર કરી રહેલ છે. આ વિઝન ડોકયુમેન્ટની વિગતો દેશભરના મુસ્લિમોને આપવામાં આવશે અને કોંગ્રેસ અને બીજા પક્ષો મોદીને મુસ્લિમ વિરોધી ગણે છે તે સદંતર જુઠુ છે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
